Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम के बिना विरह में प्राण नहीं रहेंगे - सीता     
 
मोहि मग चलत न होइहि हारी । छिनु छिनु चरन सरोज निहारी ॥
सबहि भाँति पिय सेवा करिहौं । मारग जनित सकल श्रम हरिहौं ॥१॥
 
पाय पखारी बैठि तरु छाहीं । करिहउँ बाउ मुदित मन माहीं ॥
श्रम कन सहित स्याम तनु देखें । कहँ दुख समउ प्रानपति पेखें ॥२॥
 
सम महि तृन तरुपल्लव डासी । पाग पलोटिहि सब निसि दासी ॥
बारबार मृदु मूरति जोही । लागहि तात बयारि न मोही ॥३॥
 
को प्रभु सँग मोहि चितवनिहारा । सिंघबधुहि जिमि ससक सिआरा ॥
मैं सुकुमारि नाथ बन जोगू । तुम्हहि उचित तप मो कहुँ भोगू ॥४॥
 
(दोहा) 
ऐसेउ बचन कठोर सुनि जौं न ह्रदउ बिलगान ।
तौ प्रभु बिषम बियोग दुख सहिहहिं पावँर प्रान ॥ ६७ ॥

*
MP3 Audio

*
 
સીતા કહે છે કે રામ વિના પ્રાણ નહીં ટકે
 
પ્રતિપળ ચરણસરોજ નિહાળી માર્ગ થાક દૂર કરી ભારી,
સેવા કરતાં સર્વ પ્રકાર શ્રમને દૂર કરીશ અપાર.
 
ધોઈ પગ બેસી તરુછાંય પ્રસન્ન નિત્ય બની વનમાંહ્ય;
પંખો હું નાખીશ સુખે તમને; ભાગ્ય ન ઓછું એ.
 
શ્રમકણ સહિત તન હશે શ્યામ જોતાં મન બનશે કૃતકામ;
સમય કષ્ટનો રહેશે કેમ મળતાં દિવ્ય તમારો પ્રેમ ?
 
તૃણ તરુ પલ્લવ શય્યા સજી દબાવીશ પગ તમને ભજી;
ઝાંખીથકી મધુમૂર્તિતણી તાપ લાગશે મને નહીં.
 
સિંહણને જ્યમ સસલું શિયાળ મળવાનો ન કરે નિરધાર
મુજને પણ પ્રભુ સાથે તેમ જોઈ મળી શકે કો કેમ ?
 
(દોહરો)  
સુકુમારી હું, નાથ છો વનને યોગ્ય તમે ?
તમને તપ છે ઉચિત ને મુજને ભોગ ગમે ?
 
આવા કટુ શબ્દો સુણી અંતર ના,
પામર પ્રાણ વિરહવ્યથા સહશે તો જડ આ.