Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सीता कौशल्या की अनुमति चाहती है     
 
लखि सनेह कातरि महतारी । बचनु न आव बिकल भइ भारी ॥
राम प्रबोधु कीन्ह बिधि नाना । समउ सनेहु न जाइ बखाना ॥१॥
 
तब जानकी सासु पग लागी । सुनिअ माय मैं परम अभागी ॥
सेवा समय दैअँ बनु दीन्हा । मोर मनोरथु सफल न कीन्हा ॥२॥
 
तजब छोभु जनि छाड़िअ छोहू । करमु कठिन कछु दोसु न मोहू ॥
सुनि सिय बचन सासु अकुलानी । दसा कवनि बिधि कहौं बखानी ॥३॥
 
बारहि बार लाइ उर लीन्ही । धरि धीरजु सिख आसिष दीन्ही ॥
अचल होउ अहिवातु तुम्हारा । जब लगि गंग जमुन जल धारा ॥४॥
 
(दोहा) 
सीतहि सासु असीस सिख दीन्हि अनेक प्रकार ।
चली नाइ पद पदुम सिरु अति हित बारहिं बार ॥ ६९ ॥

*
MP3 Audio

*
 
સીતા કૌશલ્યા પાસે વિદાય માગે છે
 
(દોહરો) 
માતા અધીર સ્નેહથી વ્યાકુળ વળી થયાં
એથી વચનો વદનનાં વદને સર્વ રહ્યાં.
 
રઘુવર સમજાવી રહ્યા કરી એમને પ્રેમ ;
એ અવસરને સ્નેહને વર્ણવી શકું કેમ ?
 
નમન કરીને સાસુને વદી જાનકી માત,
મુજને મારી દીસતી પરમ અભાગી જાત.
 
સેવાના સમયે મને દૈવે દીધું વન,
મનોરથ થયા સફળ ના, તૃપ્ત બન્યું ના મન.
 
ક્ષોભ તજો, ના સ્નેહને કિન્તુ કદી છોડો;
કઠિન કર્મગતિ, દોષ ના મારો છે થોડો.
 
ધીરજ ધરતાં સાસુએ ભેટી વારંવાર
આશિષ અર્પી જ્યાં સુધી ગંગા-યમુના ધાર
 
સૌભાગ્ય રહો ત્યાં સુધી અચળ તમારું ખાસ;
હિતનાં વચન કહ્યાં વળી બેસાડીને પાસ.