साथ ले जाने के लिए लक्ष्मण की राम से बिनती
समाचार जब लछिमन पाए । ब्याकुल बिलख बदन उठि धाए ॥
कंप पुलक तन नयन सनीरा । गहे चरन अति प्रेम अधीरा ॥१॥
कहि न सकत कछु चितवत ठाढ़े । मीनु दीन जनु जल तें काढ़े ॥
सोचु हृदयँ बिधि का होनिहारा । सबु सुखु सुकृत सिरान हमारा ॥२॥
मो कहुँ काह कहब रघुनाथा । रखिहहिं भवन कि लेहहिं साथा ॥
राम बिलोकि बंधु कर जोरें । देह गेह सब सन तृनु तोरें ॥३॥
बोले बचनु राम नय नागर । सील सनेह सरल सुख सागर ॥
तात प्रेम बस जनि कदराहू । समुझि हृदयँ परिनाम उछाहू ॥४॥
(दोहा)
मातु पिता गुरु स्वामि सिख सिर धरि करहि सुभायँ ।
लहेउ लाभु तिन्ह जनम कर नतरु जनमु जग जायँ ॥ ७० ॥
*
MP3 Audio
*
લક્ષ્મણ રામને પોતાની સાથે લઇ જવા વિનવે છે
(દોહરો)
ચરણોમાં વંદન કરી વૈદેહી ચાલી.
સમાચાર સઘળા રહ્યા લક્ષ્મણ ઉર બાળી.
મ્લાન ઉદાસ વદન બન્યું, પુલકિત તનમાં કંપ;
અશ્રુ આંખમાં ઊમટ્યાં, આતુર અંગેઅંગ.
આર્ત બની દોડી જઈ રામચરણ પકડ્યાં,
કહી શકાયું ના કશું, શોક વધ્યો ઉરમાં.
વિધાતા, હવે શું થશે ? સુખ ને પુણ્ય ગયાં ?
રામ રાખશે ઘેર ? શું કહેશે ? ભાવ થયાં.
નીતિનિપુણ સુખસાગર શીલ સ્નેહના ધામ
લક્ષ્મણને જોઇ વદ્યા શાંતિ સહિત શ્રીરામ.
અંતે થનાર હર્ષને બનો વિચારી શાંત,
બનો પ્રેમવશ આર્ત ના વ્યથાગ્રસ્ત કે કલાંત.
સદગુરુ સ્વામી પિતૃની શીખ અનુસરે જે
લાભ જન્મનો મેળવે વ્યર્થ ન જીવે તે.

