लक्ष्मण अपनी बात राम को बताता है
दीन्हि मोहि सिख नीकि गोसाईं । लागि अगम अपनी कदराईं ॥
नरबर धीर धरम धुर धारी । निगम नीति कहुँ ते अधिकारी ॥१॥
मैं सिसु प्रभु सनेहँ प्रतिपाला । मंदरु मेरु कि लेहिं मराला ॥
गुर पितु मातु न जानउँ काहू । कहउँ सुभाउ नाथ पतिआहू ॥२॥
जहँ लगि जगत सनेह सगाई । प्रीति प्रतीति निगम निजु गाई ॥
मोरें सबइ एक तुम्ह स्वामी । दीनबंधु उर अंतरजामी ॥३॥
धरम नीति उपदेसिअ ताही । कीरति भूति सुगति प्रिय जाही ॥
मन क्रम बचन चरन रत होई । कृपासिंधु परिहरिअ कि सोई ॥४॥
(दोहा)
करुनासिंधु सुबंध के सुनि मृदु बचन बिनीत ।
समुझाए उर लाइ प्रभु जानि सनेहँ सभीत ॥ ७२ ॥
*
MP3 Audio
*
લક્ષ્મણ રામને પોતાની વાત કહે છે
તમે દીધી શિખામણ સારી લાગી મુજને પરંતુ નઠારી;
ધીર ધર્મધારી નર-નારી નીતિ નિગમના છે અધિકારી.
હું તો પ્રભુપ્રેમે પોષાયો બાળ, કેમ મેરુને ઊંચકે મરાલ,
કરો વચનોમાં મારા વિશ્વાસ જાણું ગુરુ કે પિતૃને ના ખાસ.
જગમાં જ્યાં સુધી સ્નેહસગાઇ નિગમે પ્રીતિ પ્રતીતિને ગાઇ,
તમે સર્વ છો મારા સ્વામી દીનબંધુ હે અંતર્યામી !
કીર્તિ ભૂતિ સુગતિ પ્રિય લેશ તેને ધર્મનો દો ઉપદેશ;
જેને એક તમારો સહારો તેને તજવાને બદલે ઉગારો.
(દોહરો)
કૃપાસિંધુએ બંધુનાં સુણતાં વચન વિનીત
આલિંગન આપી કહ્યું જાણી સ્નેહસભીત.

