श्री राम कुलुगुरू वशिष्ठ से बिदाय माँगने गये
निकसि बसिष्ठ द्वार भए ठाढ़े । देखे लोग बिरह दव दाढ़े ॥
कहि प्रिय बचन सकल समुझाए । बिप्र बृंद रघुबीर बोलाए ॥१॥
गुर सन कहि बरषासन दीन्हे । आदर दान बिनय बस कीन्हे ॥
जाचक दान मान संतोषे । मीत पुनीत प्रेम परितोषे ॥२॥
दासीं दास बोलाइ बहोरी । गुरहि सौंपि बोले कर जोरी ॥
सब कै सार सँभार गोसाईं । करबि जनक जननी की नाई ॥३॥
बारहिं बार जोरि जुग पानी । कहत रामु सब सन मृदु बानी ॥
सोइ सब भाँति मोर हितकारी । जेहि तें रहै भुआल सुखारी ॥४॥
(दोहा)
मातु सकल मोरे बिरहँ जेहिं न होहिं दुख दीन ।
सोइ उपाउ तुम्ह करेहु सब पुर जन परम प्रबीन ॥ ८० ॥
*
MP3 Audio
*
શ્રીરામ વશિષ્ઠ મુનિ પાસે વિદાય માગવા જાય છે
પહોંચ્યા વસિષ્ઠ મહામુનિદ્વારે જલ્યા વિરહજ્વાળે સર્વ ત્યારે;
બોલી મઘુર વચન શાંતિ આપી દીધા કલેશ અનેકના કાપી.
દીધાં વિપ્રોને વર્ષાસન, દાન માને કર્યાં વશ મન;
આપ્યો યાચકોને સંતોષ મિત્રજનને પ્રેમે પરિતોષ.
પછી દાસદાસીને બોલાવી સોંપી ગુરુને કહ્યું નમી સ્વામી,
સૌની જનક જનનીની જેમ કરજો રક્ષા વરસાવતાં પ્રેમ.
જોડી વારંવાર બંને હાથ બોલ્યા રામ સંવેદન સાથ,
રાજા જેનાથી સુખમાં રહેશે મારો સુહૃદ હિતેચ્છુ થશે તે.
(દોહરો)
સર્વ માત મુજ વિરહથી થાય ન દુ:ખી દીન
એ ઉપાય કરજો બધા પુરજન પરમ પ્રવીણ.

