सुमंत्र राम को महाराजा दशरथ का संदेश सुनाते है
तात कृपा करि कीजिअ सोई । जातें अवध अनाथ न होई ॥
मंत्रहि राम उठाइ प्रबोधा । तात धरम मतु तुम्ह सबु सोधा ॥१॥
सिबि दधीचि हरिचंद नरेसा । सहे धरम हित कोटि कलेसा ॥
रंतिदेव बलि भूप सुजाना । धरमु धरेउ सहि संकट नाना ॥२॥
धरमु न दूसर सत्य समाना । आगम निगम पुरान बखाना ॥
मैं सोइ धरमु सुलभ करि पावा । तजें तिहूँ पुर अपजसु छावा ॥३॥
संभावित कहुँ अपजस लाहू । मरन कोटि सम दारुन दाहू ॥
तुम्ह सन तात बहुत का कहऊँ । दिएँ उतरु फिरि पातकु लहऊँ ॥४॥
(दोहा)
पितु पद गहि कहि कोटि नति बिनय करब कर जोरि ।
चिंता कवनिहु बात कै तात करिअ जनि मोरि ॥ ९५ ॥
*
MP3 Audio
*
સુમંત્ર દશરથનો સંદેશ સુણાવે છે
(દોહરો)
કૃપા કરી એવું કરો અવધ અનાથ ન થાય.
કહેવા લાગ્યા શાંતિથી ધર્મવાત રઘુરાય.
*
શિબિ દધીચિ હરિશ્ચંદ્ર નરેશ સહ્યા ધર્મહિત બહુવિધિ કલેશ;
રંતિદેવ બલિ ભૂપ સુજાન સંકટ સહ્યાં અનેક મહાન.
ધર્મ અવર ના સત્ય સમાન વદતાં આગમ નિગમ પુરાણ;
સુલભ મને તે ધર્મ થયો, અપયશ તેના ત્યાગે રહ્યો.
પ્રતિષ્ઠિત તણો અપયશ થાય કોટિ મૃત્યુસમ સહ્યો ન જાય;
દારુણ એ અપયશ સંતાપ, વડીલ સાથ વિવાદે પાપ.
(દોહરો)
કોટિ પ્રણામ વિનય સહિત કહેજો જોડી હાથ
ચિંતા ના કરશો પિતા મારી કોઇ વાત.

