सुमंत्र ने अयोध्या के लिए प्रस्थान किया
प्राननाथ प्रिय देवर साथा । बीर धुरीन धरें धनु भाथा ॥
नहिं मग श्रमु भ्रमु दुख मन मोरें । मोहि लगि सोचु करिअ जनि भोरें ॥१॥
सुनि सुमंत्रु सिय सीतलि बानी । भयउ बिकल जनु फनि मनि हानी ॥
नयन सूझ नहिं सुनइ न काना । कहि न सकइ कछु अति अकुलाना ॥२॥
राम प्रबोधु कीन्ह बहु भाँति । तदपि होति नहिं सीतलि छाती ॥
जतन अनेक साथ हित कीन्हे । उचित उतर रघुनंदन दीन्हे ॥३॥
मेटि जाइ नहिं राम रजाई । कठिन करम गति कछु न बसाई ॥
राम लखन सिय पद सिरु नाई । फिरेउ बनिक जिमि मूर गवाँई ॥४॥
(दोहा)
रथ हाँकेउ हय राम तन हेरि हेरि हिहिनाहिं ।
देखि निषाद बिषादबस धुनहिं सीस पछिताहिं ॥ ९९ ॥
*
MP3 Audio
*
સુમંત્ર અયોધ્યા જવા વિદાય થાય છે
પ્રાણનાથ પ્રિય દિયર છે સાથ વીરશ્રેષ્ઠ ધનુ ને શર હાથ;
પથશ્રમ ભ્રમ કે દુ:ખ ન મને, કરશો શોક ન લેશ તમે.
સુણી સચિવ એ શીતળ વાણ બન્યા આર્ત અતિ વ્યાકુળ પ્રાણ;
નયન ન નીરખે સુણે ન કાન, વદી શકી શબ્દ નહીં વાણ.
રામે સમજ વિભિન્ન ધરી તોપણ શાંતિ ન લેશ મળી;
સચિવે યત્ન અનેક કર્યા સફળ છતાં પણ તે ન થયાં.
આજ્ઞા ઉલ્લંઘી ન શકાય, ભેદ કર્મગતિનો ન પમાય;
ચરણે નમતાં ચાલ્યા એમ વણિક દ્રવ્યને ખોઇ જેમ.
(દોહરો)
હણહણાટ અશ્વે કર્યો રથ હંકાર્યો ત્યાં
થયો વિષાદ નિષાદને વિચારતાં મનમાં.

