if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मार्ग में रामभक्त तापस से भेंट
 
सुनत तीरवासी नर नारी । धाए निज निज काज बिसारी ॥
लखन राम सिय सुन्दरताई । देखि करहिं निज भाग्य बड़ाई ॥१॥
 
अति लालसा बसहिं मन माहीं । नाउँ गाउँ बूझत सकुचाहीं ॥
जे तिन्ह महुँ बयबिरिध सयाने । तिन्ह करि जुगुति रामु पहिचाने ॥२॥
 
सकल कथा तिन्ह सबहि सुनाई । बनहि चले पितु आयसु पाई ॥
सुनि सबिषाद सकल पछिताहीं । रानी रायँ कीन्ह भल नाहीं ॥३॥
 
तेहि अवसर एक तापसु आवा । तेजपुंज लघुबयस सुहावा ॥
कवि अलखित गति बेषु बिरागी । मन क्रम बचन राम अनुरागी ॥४॥
 
(दोहा) 
सजल नयन तन पुलकि निज इष्टदेउ पहिचानि ।
परेउ दंड जिमि धरनितल दसा न जाइ बखानि ॥ ११० ॥

*
MP3 Audio

*
 
રામભક્ત તાપસનો મેળાપ
 
યમુનાતટ પરનાં નરનારી દોડયાં સૌ નિજ કામ વિસારી;
સીતારામ અનુજ સુંદરતા વખાણતાં નિજ ભાગ્ય નીરખતાં.
 
અતિ લાલસા સકળ મનમાંહી, નામગામ પૂછતાં શરમાય;
વયોવૃદ્ધ ને ચતુર જને યુક્તિથકી જાણ્યા સહુને.
 
કહી એમણે સર્વ કથા પામ્યાં સુણતાં સકળ વ્યથા;
કરવા લાગ્યાં સખેદ શોક રાણીરાયે કર્યું ન યોગ્ય.
 
(દોહરો)  
તાપસ ત્યાં એ અવસરે આવ્યો યુવાન એક
તેજપુંજ અતિ સુંદર અજ્ઞાત વળી છેક.
 
વૈરાગીના વેશમાં, રામચરણરાગી;
જોતાંવેંત જ રામને પ્રીત રહી જાગી.
 
સજલ નયન પુલકિત તને ઢળ્યો ધરા પર એ
ઇષ્ટદેવને ઓળખી; દશા વર્ણવું શે?

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.