श्रीराम वन में आगे चले
पुनि सियँ राम लखन कर जोरी । जमुनहि कीन्ह प्रनामु बहोरी ॥
चले ससीय मुदित दोउ भाई । रबितनुजा कइ करत बड़ाई ॥१॥
पथिक अनेक मिलहिं मग जाता । कहहिं सप्रेम देखि दोउ भ्राता ॥
राज लखन सब अंग तुम्हारें । देखि सोचु अति हृदय हमारें ॥२॥
मारग चलहु पयादेहि पाएँ । ज्योतिषु झूठ हमारें भाएँ ॥
अगमु पंथ गिरि कानन भारी । तेहि महँ साथ नारि सुकुमारी ॥३॥
करि केहरि बन जाइ न जोई । हम सँग चलहि जो आयसु होई ॥
जाब जहाँ लगि तहँ पहुँचाई । फिरब बहोरि तुम्हहि सिरु नाई ॥४॥
(दोहा)
एहि बिधि पूँछहिं प्रेम बस पुलक गात जलु नैन ।
कृपासिंधु फेरहि तिन्हहि कहि बिनीत मृदु बैन ॥ ११२ ॥
*
MP3 Audio
*
શ્રીરામ વનમાં આગળ વધે છે
(દોહરો)
સીતા લક્ષ્મણ રઘુવરે કરતાં પુન: પ્રણામ
પ્રશસ્તિ યમુનાની કરી મેળવતાં વિશ્રામ.
*
પંથે મળતા અનેક પથિક વદતા પેખીને પ્રેમે અધિક,
રાજચિહ્નનોને અંગમાં જોઇ રહે હૃદય અમારું રોઇ.
પંથે ખુલ્લા પગે તમે ચાલો એમાં જ્યોતિષનો કયાં છે તાળો?
ગિરિ કાનન પંથ છે ભારી, વળી સાથમાં છે સુકુમારી.
હસ્તિ સિંહે ભર્યું વન ભારે, કરવી સેવા ઘટે છે અમારે;
અમે પહોંચાડીએ તમને વનમાં, ફરીશું પાછા પ્રણમતાં પદમાં.
(દોહરો)
એમ કહેતા પ્રેમથી પાંથ ભરીને નેમ,
વદતાં પાછા વાળતા કૃપાસિંધુ મૃદુ વેણ.

