Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

मार्ग में लोगों द्वारा राम का स्वागत
 
सीता लखन सहित रघुराई । गाँव निकट जब निकसहिं जाई ॥
सुनि सब बाल बृद्ध नर नारी । चलहिं तुरत गृहकाजु बिसारी ॥१॥
 
राम लखन सिय रूप निहारी । पाइ नयनफलु होहिं सुखारी ॥
सजल बिलोचन पुलक सरीरा । सब भए मगन देखि दोउ बीरा ॥२॥
 
बरनि न जाइ दसा तिन्ह केरी । लहि जनु रंकन्ह सुरमनि ढेरी ॥
एकन्ह एक बोलि सिख देहीं । लोचन लाहु लेहु छन एहीं ॥३॥
 
रामहि देखि एक अनुरागे । चितवत चले जाहिं सँग लागे ॥
एक नयन मग छबि उर आनी । होहिं सिथिल तन मन बर बानी ॥४॥
 
(दोहा)    
एक देखिं बट छाँह भलि डासि मृदुल तृन पात ।
कहहिं गवाँइअ छिनुकु श्रमु गवनब अबहिं कि प्रात ॥ ११४ ॥

*
MP3 Audio

*
 
માર્ગમાં લોકો દ્વારા રામનું ઉષ્માભર્યુ સ્વાગત
 
સીતા લક્ષ્મણ સહિત રઘુરાય કોઇ ગામની પાસેથી જાય
ત્યારે શિશુ વૃદ્ધ નર ને નાર થતાં એકઠાં જોવા તત્કાળ.
 
રૂપ નીરખીને એ ત્રણે કેરાં નેત્ર ફળસુખ પામી અનેરાં
થતાં પુલકિત પ્રેમે પ્રસન્ન બની રસમાં જતાં સૌ મગન.
 
રંક મણિનિધિ મેળવે જેમ બન્યાં બડભાગી સર્વ તે તેમ;
કહેતા લોચન લાભ લઇ લો, જશે અવસર વીતી પછી તો.
 
દેખી રામને કો અનુરાગે માર્ગે ચાલતાં પાછળ આગે;
કોઇ હૃદયમાં શોભાને ધારી સ્થિતિ પામતાં અદભુત ન્યારી.
 
(દોહરો)   
દેખી શુચિ વટછાંયને બિછાવતાં તૃણપાન
કહેતા કોઇકે કરો અહીં ભલે આરામ.
 
થાક ઉતારીને ભલે હમણાં કરો પ્રયાણ
સવાર પડતાં કે પછી આગળ વધો સુજાણ !