Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम, सीता और लक्ष्मण को देखकर लोगों की प्रतिक्रिया
 
एक कलस भरि आनहिं पानी । अँचइअ नाथ कहहिं मृदु बानी ॥
सुनि प्रिय बचन प्रीति अति देखी । राम कृपाल सुसील बिसेषी ॥१॥
 
जानी श्रमित सीय मन माहीं । घरिक बिलंबु कीन्ह बट छाहीं ॥
मुदित नारि नर देखहिं सोभा । रूप अनूप नयन मनु लोभा ॥२॥
 
एकटक सब सोहहिं चहुँ ओरा । रामचंद्र मुख चंद चकोरा ॥
तरुन तमाल बरन तनु सोहा । देखत कोटि मदन मनु मोहा ॥३॥
 
दामिनि बरन लखन सुठि नीके । नख सिख सुभग भावते जी के ॥
मुनिपट कटिन्ह कसें तूनीरा । सोहहिं कर कमलिनि धनु तीरा ॥४॥
 
(दोहा) 
जटा मुकुट सीसनि सुभग उर भुज नयन बिसाल ।
सरद परब बिधु बदन बर लसत स्वेद कन जाल ॥ ११५ ॥

*
MP3 Audio

*
 
રામ, સીતા અને લક્ષ્મણને જોઈ લોકોની પ્રતિક્રિયા
 
(દોહરો)   
કળશ લાવતાં પ્રાર્થતાં કોઇ કરવા પાન.
અનુનય રામે સર્વનો લેતાં સત્વરે ધ્યાન.
 
સીતાનો શ્રમ દેખતાં ત્યાં જ કર્યો વિશ્રામ;
રૂપ અનુપ વિલોકતાં બન્યાં સર્વ કૃતકામ.
 
નિર્નિમેષ જોતાં બધાં હર્ષ પામતાં ઓર
રામચંદ્ર મુખચંદ્રને જાણે બની ચકોર.
 
તાજા તમાલ વૃક્ષશું શરીર સોહે શ્યામ,
કોટિ મદન મનને કરે સંમોહિત અભિરામ.
 
દામિની સમા વર્ણના લક્ષ્મણ લલિત જણાય
નખશીખ સુભગ એમને જોતાં મોહ પમાય.
 
મુનિપટ પહેર્યાં, હાથમાં ગ્રહ્યાં ધનુષ ને બાણ,
કટિ પર ભાથાં, ઉભય એ હરે સર્વના પ્રાણ.
 
જટામુકુટ શિર પર સુભગ, ઉર ભુજ નયન વિશાળ
શરદચંદ્ર સમ વદન પર લસે સ્વેદકણમાળ.