राम, सीता और लक्ष्मण के बारे में जानने की लोगों की जिज्ञासा
कोटि मनोज लजावनिहारे । सुमुखि कहहु को आहिं तुम्हारे ॥
सुनि सनेहमय मंजुल बानी । सकुची सिय मन महुँ मुसुकानी ॥१॥
तिन्हहि बिलोकि बिलोकति धरनी । दुहुँ सकोच सकुचित बरबरनी ॥
सकुचि सप्रेम बाल मृग नयनी । बोली मधुर बचन पिकबयनी ॥२॥
सहज सुभाय सुभग तन गोरे । नामु लखनु लघु देवर मोरे ॥
बहुरि बदनु बिधु अंचल ढाँकी । पिय तन चितइ भौंह करि बाँकी ॥३॥
खंजन मंजु तिरीछे नयननि । निज पति कहेउ तिन्हहि सियँ सयननि ॥
भइ मुदित सब ग्रामबधूटीं । रंकन्ह राय रासि जनु लूटीं ॥४॥
(दोहा)
अति सप्रेम सिय पायँ परि बहुबिधि देहिं असीस ।
सदा सोहागिनि होहु तुम्ह जब लगि महि अहि सीस ॥ ११७ ॥
*
MP3 Audio
*
રામ, સીતા અને લક્ષ્મણનો પરિચય પામવા લોકો આતુર
(દોહરો)
કોટિ મનોજ લજાવતા સુમુખિ, તમારા કોણ ?
થયો મંજુ શબ્દો સુણી સીતાને સંકોચ.
શરમાઇ સીતા રહી ધરતીને જોઇ,
મૃગનયના બોલી વચન સૌનાં મન મોહી.
સ્વભાવિક સુંદર સુભગ ગૌર અંગના જે
મારા નાના દિયર છે લક્ષ્મણ નામે તે.
પછી વદનવિધુ અંચલે ઢાંકી જોઇ રામ
ભ્રમર કરી વાંકી કરી ખંજન નયનો વામ
ઓળખ આપી પતિતણી; મુદિત બની સૌ કોય,
રંકે ધનની રાશિને જાણે લૂંટી હોય.
સપ્રેમ સીતા પગ પડી આપીને આશિષ,
સૌભાગ્ય રહો જ્યાં સુધી મહી રહે અહિશીશ.

