if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम के आगमन से सब लोग हर्षित
 
गाँव गाँव अस होइ अनंदू । देखि भानुकुल कैरव चंदू ॥
जे कछु समाचार सुनि पावहिं । ते नृप रानिहि दोसु लगावहिं ॥१॥
 
कहहिं एक अति भल नरनाहू । दीन्ह हमहि जोइ लोचन लाहू ॥
कहहिं परस्पर लोग लोगाईं । बातें सरल सनेह सुहाईं ॥२॥
 
ते पितु मातु धन्य जिन्ह जाए । धन्य सो नगरु जहाँ तें आए ॥
धन्य सो देसु सैलु बन गाऊँ । जहँ जहँ जाहिं धन्य सोइ ठाऊँ ॥३॥
 
सुख पायउ बिरंचि रचि तेही । ए जेहि के सब भाँति सनेही ॥
राम लखन पथि कथा सुहाई । रही सकल मग कानन छाई ॥४॥
 
(दोहा)   
एहि बिधि रघुकुल कमल रबि मग लोगन्ह सुख देत ।
जाहिं चले देखत बिपिन सिय सौमित्रि समेत ॥ १२२ ॥
 
રામના આગમનથી સર્વ સ્થળે ઉત્સવ
 
(દોહરો) 
રામ જતા જ્યાં ત્યાં થતા લોક પ્રેમવશ સર્વ,
ગામેગામ મનાવતાં પ્રસન્નતાથી પર્વ.
 
મળ્યો ભાનુકુળ-કુમુદિની વિધુને છે વનવાસ
સુણી દોષ દેતા બધા માતપિતાને ખાસ.
 
કોઇ કહેતા રાજવી છે અતિશય સારા
દર્શનનો લ્હાવો ધર્યો એથી આ ન્યારા.
 
નરનારી સુંદર અને સરળ વાત કહેતાં
સ્નેહભરેલાં લ્હાવને લોચનના લેતાં.
 
માતપિતા છે ધન્ય એ ધર્યો જેમણે જન્મ,
નગર ધન્ય; તે ગામને ગિરિવન સ્થળને ધન્ય
 
જતાં જ્યાં ત્રણે; એમના પ્રેમી બ્રહ્મા ધન્ય
રચી જેમણે એમને સફળ કર્યો છે જન્મ.
 
રઘુકુળકમળ રવીન્દ્રશા સૌને સુખ ધરતા
રઘુપતિ નિર્ભય વનમહીં એ આગળ વધતા.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.