Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम वाल्मिकी मुनी के आश्रम पहूँचे
 
अजहुँ जासु उर सपनेहुँ काऊ । बसहुँ लखनु सिय रामु बटाऊ ॥
राम धाम पथ पाइहि सोई । जो पथ पाव कबहुँ मुनि कोई ॥१॥
 
तब रघुबीर श्रमित सिय जानी । देखि निकट बटु सीतल पानी ॥
तहँ बसि कंद मूल फल खाई । प्रात नहाइ चले रघुराई ॥२॥
 
देखत बन सर सैल सुहाए । बालमीकि आश्रम प्रभु आए ॥
राम दीख मुनि बासु सुहावन । सुंदर गिरि काननु जलु पावन ॥३॥
 
सरनि सरोज बिटप बन फूले । गुंजत मंजु मधुप रस भूले ॥
खग मृग बिपुल कोलाहल करहीं । बिरहित बैर मुदित मन चरहीं ॥४॥
 
(दोहा)   
सुचि सुंदर आश्रमु निरखि हरषे राजिवनेन ।
सुनि रघुबर आगमनु मुनि आगें आयउ लेन ॥ १२४ ॥

*
MP3 Audio

*
 
રામ વાલ્મિકી મુનીના આશ્રમે
 
(દોહરો)
આજે પણ હૃદયે વસે સીતા લક્ષ્મણ રામ
તો તે પામે પંથને તેમ રામનું ધામ.
 
વિરલા કોઇ મુનિવરો એ પથને પામે,
એ પથને પામ્યા થકી કલેશ બધા શમે.
*
રામે શ્રમિત સીતાને જાણી જોઇ વટવૃક્ષ શીતળ પાણી
કર્યો રાતે તે સ્થળમાં આરામ, કર્યું આગે પ્રભાતે પ્રયાણ.
 
જોતાં વન સર શૈલ રસાળ દિવ્ય અનુભવી હર્ષ અપાર
પ્રભુ વાલ્મીકિ આશ્રમે આવ્યા, જાણે જીવનનું ધન લાવ્યા.
 
રામે જોયું એ સ્થળને સુહાવન શૈલકાનન પાણી પાવન;
વૃક્ષો વનમાં ખીલ્યાં ને સરોજ સરમાં સોહે વધારીને ઓજ.
 
મંજુ મધુપ રસે મસ્ત ગૂંજે, પશુઓ શબ્દ કરે, પંખી કૂજે;
વિહરે વેરથી રહિત પ્રસન્ન, કોઇ દેખાયે ના અવસન્ન.
 
(દોહરો) 
શુચિ મધુ આશ્રમ દેખતાં મુદિત બન્યા શ્રીરામ;
સુણી આગમન રામનું મુનિ આવ્યા કૃતકામ.