Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

वाल्मिकी मुनी द्वारा राम का स्वागत
 
मुनि कहुँ राम दंडवत कीन्हा । आसिरबादु बिप्रबर दीन्हा ॥
देखि राम छबि नयन जुड़ाने । करि सनमानु आश्रमहिं आने ॥१॥
 
मुनिबर अतिथि प्रानप्रिय पाए । कंद मूल फल मधुर मगाए ॥
सिय सौमित्रि राम फल खाए । तब मुनि आश्रम दिए सुहाए ॥२॥
 
बालमीकि मन आनँदु भारी । मंगल मूरति नयन निहारी ॥
तब कर कमल जोरि रघुराई । बोले बचन श्रवन सुखदाई ॥३॥
 
तुम्ह त्रिकाल दरसी मुनिनाथा । बिस्व बदर जिमि तुम्हरें हाथा ॥
अस कहि प्रभु सब कथा बखानी । जेहि जेहि भाँति दीन्ह बनु रानी ॥४॥
 
(दोहा)   
तात बचन पुनि मातु हित भाइ भरत अस राउ ।
मो कहुँ दरस तुम्हार प्रभु सबु मम पुन्य प्रभाउ ॥ १२५ ॥

*
MP3 Audio

*
 
વાલ્મિકી મુની દ્વારા રામનું સ્વાગત
 
(દોહરો) 
રામે મુનિને દંડવત પ્રેમપ્રણામ કર્યા,
વિપ્રશ્રેષ્ઠ મુનિએ તરત આશીર્વાદ ધર્યા.
 
સ્વરૂપ જોઇ રામનું શીતળ નેત્ર થયાં,
સન્માન કરી આશ્રમે મુનિ પ્રભુ સાથ ગયા.
 
અતિથિ પ્રાણપ્રિય પામતાં ધર્યા કંદફળમૂળ;
સીતા લક્ષ્મણ રઘુવરે માણ્યાં એ અનુકૂળ.
 
મુનિએ અર્પ્યાં સ્થાનને કરવાને વિશ્રામ,
મુદિત બન્યા મુનિ નીરખતાં મંગલ રસમય રામ.
 
હાથ જોડતાં રઘુવરે મુનિને વચન કહ્યાં,
ત્રિકાળદર્શી છો તમે જ્ઞાતા સર્વતણા.
 
હસ્તામલક સમાન છે જગ આખું તમને;
કથા કહું વનવાસની તોપણ મુક્ત મને.
 
તાતવચન, હિત માતનું, ભ્રાત ભરતસમ રાય,
દર્શન દૈવી આપનું, સૌ મુજ પુણ્યપ્રભાવ.