Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

चित्रकूट निवास के लिए उचित रहेगा, वाल्मिकी ने राम को कहा
 
एहि बिधि मुनिबर भवन देखाए । बचन सप्रेम राम मन भाए ॥
कह मुनि सुनहु भानुकुलनायक । आश्रम कहउँ समय सुखदायक ॥१॥
 
चित्रकूट गिरि करहु निवासू । तहँ तुम्हार सब भाँति सुपासू ॥
सैलु सुहावन कानन चारू । करि केहरि मृग बिहग बिहारू ॥२॥
 
नदी पुनीत पुरान बखानी । अत्रिप्रिया निज तपबल आनी ॥
सुरसरि धार नाउँ मंदाकिनि । जो सब पातक पोतक डाकिनि ॥३॥
 
अत्रि आदि मुनिबर बहु बसहीं । करहिं जोग जप तप तन कसहीं ॥
चलहु सफल श्रम सब कर करहू । राम देहु गौरव गिरिबरहू ॥४॥
 
(दोहा) 
चित्रकूट महिमा अमित कहीं महामुनि गाइ ।
आए नहाए सरित बर सिय समेत दोउ भाइ ॥ १३२ ॥

*
MP3 Audio

*
 
વાલ્મિકી રામને ચિત્રકૂટ નિવાસ કરવા યોગ્ય બતાવે છે
 
(દોહરો)
સ્થાન બતાવ્યાં મુનિવરે રહેવા માટે એમ,
ગમ્યાં રામને વચન એ વદાયેલ સપ્રેમ.
*
મુનિવર વદ્યા ભાનુકુળનાયક, આશ્રમ કહું સમય સુખદાયક;
ચિત્રકૂટગિરિ કરો નિવાસ સાંપડશે સુવિધા ત્યાં ખાસ.
 
શૈલ સુશોભિત વન સુવિશાળ, હસ્તિ સિંહ મૃગ વિહગ વિહાર;
સરિતા પુનિત પ્રસિદ્ધ પુરાણ અત્રિપ્રિયા લાવ્યાં તપપ્રાણ.
પાતકશિશુની એ ડાકિની ધાર ગંગની મંદાકિની.
 
અત્રિ આદિ મુનિવર ત્યાં વસે, જપ તપ યોગે તનને કસે;
જઇ શ્રમ તમે સૌના હરો ગિરિવરને વધુ ગૌરવ ધરો.
 
(દોહરો)
ચિત્રકૂટ મહિમા મહામુનિએ સર્વ કહ્યો;
સ્નાન કરી સરિતામહીં ત્રણેય હર્ષ લહ્યો.