चित्रकूट में श्रीराम का स्वागत
अमर नाग किंनर दिसिपाला । चित्रकूट आए तेहि काला ॥
राम प्रनामु कीन्ह सब काहू । मुदित देव लहि लोचन लाहू ॥१॥
बरषि सुमन कह देव समाजू । नाथ सनाथ भए हम आजू ॥
करि बिनती दुख दुसह सुनाए । हरषित निज निज सदन सिधाए ॥२॥
चित्रकूट रघुनंदनु छाए । समाचार सुनि सुनि मुनि आए ॥
आवत देखि मुदित मुनिबृंदा । कीन्ह दंडवत रघुकुल चंदा ॥३॥
मुनि रघुबरहि लाइ उर लेहीं । सुफल होन हित आसिष देहीं ॥
सिय सौमित्र राम छबि देखहिं । साधन सकल सफल करि लेखहिं ॥४॥
(दोहा)
जथाजोग सनमानि प्रभु बिदा किए मुनिबृंद ।
करहि जोग जप जाग तप निज आश्रमन्हि सुछंद ॥ १३४ ॥
*
MP3 Audio
*
ચિત્રકૂટમાં શ્રીરામનું સ્વાગત
અમર નાગ કિન્નર દિગપાલ ચિત્રકૂટ પહોંચ્યા તે કાળ;
કરી રામને પ્રેમપ્રણામ મુદિત બન્યા સુર ધન્ય તમામ.
વરસી સુમન વદ્યા સુર સર્વ પવિત્ર આજ અમારે પર્વ;
અરજ કરી દુઃખ દુસહ કહ્યાં, મુદિત મને નિજ ધામ ગયા.
ચિત્રકૂટ રઘુનંદન રહ્યા સમાચાર જાણી મુનિ મળ્યા;
જોતાં પુનિત મુદિત મુનિવૃંદ કર્યા દંડવત રઘુકુલચંદ
મુનિએ અર્પી આલિંગન કહ્યાં સફળતાતણાં વચન;
દેખી ત્રણનાં દિવ્ય સ્વરૂપ સમજ્યા સાધન સફળ અનૂપ.
(દોહરો)
સમુચિત સન્માની કર્યા પ્રભુએ સર્વ વિદાય;
યોગ યજ્ઞ જપ તપ થયાં મુનિના આશ્રમમાંહી.

