सीता को चित्रकूट पसंद आया
राम संग सिय रहति सुखारी । पुर परिजन गृह सुरति बिसारी ॥
छिनु छिनु पिय बिधु बदनु निहारी । प्रमुदित मनहुँ चकोरकुमारी ॥१॥
नाह नेहु नित बढ़त बिलोकी । हरषित रहति दिवस जिमि कोकी ॥
सिय मनु राम चरन अनुरागा । अवध सहस सम बनु प्रिय लागा ॥२॥
परनकुटी प्रिय प्रियतम संगा । प्रिय परिवारु कुरंग बिहंगा ॥
सासु ससुर सम मुनितिय मुनिबर । असनु अमिअ सम कंद मूल फर॥॥
नाथ साथ साँथरी सुहाई । मयन सयन सय सम सुखदाई ॥
लोकप होहिं बिलोकत जासू । तेहि कि मोहि सक बिषय बिलासू ॥४॥
(दोहा)
सुमिरत रामहि तजहिं जन तृन सम बिषय बिलासु ।
रामप्रिया जग जननि सिय कछु न आचरजु तासु ॥ १४० ॥
*
MP3 Audio
*
સીતાને ચિત્રકૂટનો નિવાસ પ્રિય લાગે છે
(દોહરો)
રામસંગ સીતાતણો સુખથી વીત્યો કાળ,
પુર પરિજન ગૃહ ભૂલતાં માની સર્વ અસાર.
પ્રિય વિધુવદન વિલોકતાં પ્રતિપળ થતી પ્રસન્ન
ચકોરીસમી ભૂલતાં ચંદ્ર વિનાનું અન્ય.
*
વધતો પતિકેરો પેખીને પ્રેમ, પામે હર્ષ સીતા નવ કેમ ?
મનમાં રામચરણ અનુરાગ, બન્યું એથી બધું બડભાગ.
વન સહસ્ત્ર અવધ સમાન પ્રિય લાગ્યું સીતાને રસાળ.
પ્રિય પરિવાર કુરંગ વિહંગ, પ્રિય કુટિર જ્યાં પ્રિયતમ સંગ;
પત્ની મુનિની મુનિ સાસુ-શ્વસુર, કંદ મૂળ અમૃતસમ ફળ.
દર્ભ પર્ણની સુંદર સેજ કામસેજશી સુખ દે સહેજ;
કરુણા જેની કરે કામ નાશ તેને મોહે શું વિષય વિલાસ ?
(દોહરો)
રામતણા ભક્તો તજે તૃણસમ વિષય વિલાસ
રામપ્રિયા જગદંબ તો કયાંથી રાખે આશ ?

