if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

निषादराज गुह सुमंत्र को अयोध्या जाने को कहते है
 
धरि धीरज तब कहइ निषादू । अब सुमंत्र परिहरहु बिषादू ॥
तुम्ह पंडित परमारथ ग्याता । धरहु धीर लखि बिमुख बिधाता ॥१॥
 
बिबिध कथा कहि कहि मृदु बानी । रथ बैठारेउ बरबस आनी ॥
सोक सिथिल रथ सकइ न हाँकी । रघुबर बिरह पीर उर बाँकी ॥२॥
 
चरफराहिँ मग चलहिं न घोरे । बन मृग मनहुँ आनि रथ जोरे ॥
अढ़ुकि परहिं फिरि हेरहिं पीछें । राम बियोगि बिकल दुख तीछें ॥३॥
 
जो कह रामु लखनु बैदेही । हिंकरि हिंकरि हित हेरहिं तेही ॥
बाजि बिरहगति कहि किमि जाती ।बिनु मनि फनिक बिकलजेहि भाँती ॥४॥
 
(दोहा)   
भयउ निषाद बिषादबस देखत सचिव तुरंग ।
बोलि सुसेवक चारि तब दिए सारथी संग ॥ १४३ ॥
 
નિષાદરાજ ગુહ સુમંત્રને અયોધ્યા મોકલે છે
 
(દોહરો) 
વિમુખ વિધાતાને ગણી સુમંત્ર, તજો વિષાદ;
પંડિત પરમાર્થી તમે; બોલ્યો એમ નિષાદ.
*
કથા વિવિધ કહી મધુ વાણી રથે બેસાડયા આગ્રહે આણી;
રથ શોકે ના હાંકી શકાયો, રામવિરહ હૃદયમાં છવાયો.
 
રસ્તે ચાલે ના, તરફડે ઘોડા, જાણે વનના મૃગને રથે જોડયાં;
ખાતાં ઠોકર પડી જાય પાછા, દેખે છોડીને મિલનની આશા.
 
કોઇ રામ લક્ષ્મણ સીતા નામ લેતાં જોતા તે ગરજી તમામ;
બાજી વિરહદશા કહું કેમ, સર્પ મણિ વિના વ્યાકુળ જેમ.
 
(દોહરો)  
બન્યો નિષાદ વિષાદવશ દેખી સચિવ તુરંગ;
ચાર સુસેવક મોકલ્યા ઉત્તમ સારથિ સંગ.

 

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.