Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

महाराजा दशरथ को क्या उत्तर दूँ – सुमंत्र की व्यथा
 
पुछिहहिं दीन दुखित सब माता । कहब काह मैं तिन्हहि बिधाता ॥
पूछिहि जबहिं लखन महतारी । कहिहउँ कवन सँदेस सुखारी ॥१॥
 
राम जननि जब आइहि धाई । सुमिरि बच्छु जिमि धेनु लवाई ॥
पूँछत उतरु देब मैं तेही । गे बनु राम लखनु बैदेही ॥२॥
 
जोइ पूँछिहि तेहि ऊतरु देबा ।जाइ अवध अब यहु सुखु लेबा ॥
पूँछिहि जबहिं राउ दुख दीना । जिवनु जासु रघुनाथ अधीना ॥३॥
 
देहउँ उतरु कौनु मुहु लाई । आयउँ कुसल कुअँर पहुँचाई ॥
सुनत लखन सिय राम सँदेसू । तृन जिमि तनु परिहरिहि नरेसू ॥४॥
 
(दोहा)    
ह्रदउ न बिदरेउ पंक जिमि बिछुरत प्रीतमु नीरु ॥
जानत हौं मोहि दीन्ह बिधि यहु जातना सरीरु ॥ १४६ ॥

*
MP3 Audio

*
 
મહારાજા દશરથને શું જવાબ આપવો તેની દ્વિધામાં સુમંત્ર
 
દીન પૂછશે વ્યાકુળ માત ત્યારે કરીશ હું શી વાત,
લક્ષ્મણની જનનીને કેમ કહીશ શો સંદેશ સપ્રેમ ?
 
કહીશ રામમાતને શું સાંત્વનનાં વચનોને હું ?
ગયા રામ લક્ષ્મણ તો વન સીતા સહિત વદીશ વચન.
 
પૂછે તેને આજ કહું, અવધ જઇ સુખ એ જ લહું;
રાજ પૂછશે રામાધીન દશરથ વળી દુઃખથકી દીન
 
(દોહરો)  
શું મુખ લઇ કહીશ કે કુમારને વનમાં
પહોંચાડી આવ્યો સુખે ધૈર્ય ધરી વનમાં ?
 
સમાચાર સુણતાં જ એ રાજા તૃણની જેમ
તનને તજશે, મુજથકી એ જોવાશે કેમ ?
 
ઉર નવ ફાટયું પંક સમ ન રહ્યો પ્રીતમ નીર;
વિધિએ દીધું છે મને આ યાતના શરીર.