Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

सुमंत्र अयोध्या पहूँचा
 
एहि बिधि करत पंथ पछितावा । तमसा तीर तुरत रथु आवा ॥
बिदा किए करि बिनय निषादा । फिरे पायँ परि बिकल बिषादा ॥१॥
 
पैठत नगर सचिव सकुचाई । जनु मारेसि गुर बाँभन गाई ॥
बैठि बिटप तर दिवसु गवाँवा । साँझ समय तब अवसरु पावा ॥२॥
 
अवध प्रबेसु कीन्ह अँधिआरें । पैठ भवन रथु राखि दुआरें ॥
जिन्ह जिन्ह समाचार सुनि पाए । भूप द्वार रथु देखन आए ॥३॥
 
रथु पहिचानि बिकल लखि घोरे । गरहिं गात जिमि आतप ओरे ॥
नगर नारि नर ब्याकुल कैंसें । निघटत नीर मीनगन जैंसें ॥४॥
 
(दोहा)    
सचिव आगमनु सुनत सबु बिकल भयउ रनिवासु ।
भवन भयंकरु लाग तेहि मानहुँ प्रेत निवासु ॥ १४७ ॥

*
MP3 Audio

*
 
સુમંત્ર અયોધ્યા પહોંચે છે
 
(દોહરો) 
એમ વિલપતાં સચિવરથ પહોંચ્યો તમસા તીર,
મંત્રીએ વિનયે કર્યા વિદાય નિષાદ વીર.
 
પુરમાં પ્રવેશતાં થયો સુમંત્રને સંકોચ,
જાણે ગુરુ દ્વિજ ગાયને હોય હણી અણમોલ.
 
દ્રુમ નીચે બેસી દિવસ આખોયે ગાળ્યો,
સાંજે અવસર પુરતણા પ્રવેશનો આવ્યો.
 
અંધાર થતાં અવધમાં ધીરે કર્યો પ્રવેશ,
રથ દ્વાર ઉપર રાખતાં પહોંચ્યા રાજમહેલ.
 
સમાચારને સાંભળી ભેગા લોક થયા,
રથ અશ્વોને ઓળખી વ્યાકુળ છેક બન્યા.
 
કરા ઓગળે તાપથી તેમ બન્યા મૃતપાય,
બન્યા વિકળ પાણી ઘટયે જેવાં મીન બધાંય.
 
વ્યથિત થયો એ ખબરથી રાણીતણો નિવાસ;
લાગ્યું ભવન ભયંકર જાણે પ્રેતનિવાસ.