Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम कहाँ है – दशरथ का सुमंत्र को प्रश्न
 
अति आरति सब पूँछहिं रानी । उतरु न आव बिकल भइ बानी ॥
सुनइ न श्रवन नयन नहिं सूझा । कहहु कहाँ नृप तेहि तेहि बूझा ॥१॥
 
 दासिन्ह दीख सचिव बिकलाई । कौसल्या गृहँ गईं लवाई ॥
जाइ सुमंत्र दीख कस राजा । अमिअ रहित जनु चंदु बिराजा ॥२॥
 
आसन सयन बिभूषन हीना । परेउ भूमितल निपट मलीना ॥
लेइ उसासु सोच एहि भाँती । सुरपुर तें जनु खँसेउ जजाती ॥३॥
 
लेत सोच भरि छिनु छिनु छाती । जनु जरि पंख परेउ संपाती ॥
राम राम कह राम सनेही । पुनि कह राम लखन बैदेही ॥४॥
 
(दोहा) 
देखि सचिवँ जय जीव कहि कीन्हेउ दंड प्रनामु ।
सुनत उठेउ ब्याकुल नृपति कहु सुमंत्र कहँ रामु ॥ १४८ ॥

*
MP3 Audio

*
 
રાજા દશરથ સુમંત્રને પુછે છે કે રામ ક્યાં છે ?
 
પૂછે રાણી વ્યથિત થઇ, સચિવ શકે કાંઇ ન કહી;
સુણે ન શ્રવણ જુએ ના નેન, પૂછે સૌને નૃપ કયાં એમ.
 
દાસી વ્યથિત સચિવને લઇ કૌશલ્યાના ભવને ગઇ;
દેખાયા નૃપ ત્યાં કેવા, શશિ હો સુધારહિત એવાં.
 
આસન શયન વિભૂષણહીન પડયા ધરા પર મલિન સુદીન;
સ્વર્ગપતિત જન શોક કરે કરતા તેમજ શોક ખરે.
 
ક્ષણેક્ષણે કરતા અતિશોક જાણે બળ્યો સુખતણો લોક;
વદતા રામ રામ પ્રિય રામ, લક્ષ્મણ સીતા હે પ્રિય રામ !
 
(દોહરો) 
સચિવે જયવચનો વદી પ્રેમે કર્યા પ્રણામ,
વ્યાકુળ નૃપ સુણતાં ઊઠી બોલ્યા કયાં છે રામ ?