सुमंत्र राम के वनवास का वर्णन करता है
पुनि पुनि पूँछत मंत्रहि राऊ । प्रियतम सुअन सँदेस सुनाऊ ॥
करहि सखा सोइ बेगि उपाऊ । रामु लखनु सिय नयन देखाऊ ॥१॥
सचिव धीर धरि कह मुदु बानी । महाराज तुम्ह पंडित ग्यानी ॥
बीर सुधीर धुरंधर देवा । साधु समाजु सदा तुम्ह सेवा ॥२॥
जनम मरन सब दुख भोगा । हानि लाभ प्रिय मिलन बियोगा ॥
काल करम बस हौहिं गोसाईं । बरबस राति दिवस की नाईं ॥३॥
सुख हरषहिं जड़ दुख बिलखाहीं । दोउ सम धीर धरहिं मन माहीं ॥
धीरज धरहु बिबेकु बिचारी । छाड़िअ सोच सकल हितकारी ॥४॥
(दोहा)
प्रथम बासु तमसा भयउ दूसर सुरसरि तीर ।
न्हाई रहे जलपानु करि सिय समेत दोउ बीर ॥ १५० ॥
*
MP3 Audio
*
સુમંત્ર દશરથને રામના વનવાસનું વર્ણન કરે છે
(દોહરો)
ફરીફરી પૂછી રહ્યા મંત્રીને નૃપ એ
મારા પ્રિય પુત્રોતણો શો સંદેશો છે ?
જોઉં સૌને નેત્રથી કર તું એજ ઉપાય;
કહ્યું સુમંત્રે છો તમે પંડિત જ્ઞાની રાય !
*
વીર સુધીર ધુરંધર દેવ કરો તમે સજ્જનની સેવ;
જન્મ-મરણ સહુ સુખ-દુઃખ ભોગ, હાનિ-લાભ પ્રિય મિલન-વિયોગ,
કાળ કર્મવશ મળ્યા કરે, રાતદિવસ સમ સદા રહે.
દુઃખમાં રડે સુખે જડ હસે, ધીર ઉભયને સરખાં ગણે;
ધૈર્ય ધરો કરતાં સુવિચાર, વિષાદને ત્યાગો તત્કાળ.
(દોહરો)
પ્રથમ વાસ તમસાતટે બીજો ગંગાતીર,
સ્નાન કરી જળ પર રહ્યા સીતા સહ બે વીર.

