Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

राम का संदेश
 
पुरजन परिजन सकल निहोरी । तात सुनाएहु बिनती मोरी ॥
सोइ सब भाँति मोर हितकारी । जातें रह नरनाहु सुखारी ॥१॥
 
कहब सँदेसु भरत के आएँ । नीति न तजिअ राजपदु पाएँ ॥
पालेहु प्रजहि करम मन बानी । सेएहु मातु सकल सम जानी ॥२॥
 
ओर निबाहेहु भायप भाई । करि पितु मातु सुजन सेवकाई ॥
तात भाँति तेहि राखब राऊ । सोच मोर जेहिं करै न काऊ ॥३॥
 
लखन कहे कछु बचन कठोरा । बरजि राम पुनि मोहि निहोरा ॥
बार बार निज सपथ देवाई । कहबि न तात लखन लरिकाई ॥४॥
 
(दोहा)
कहि प्रनाम कछु कहन लिय सिय भइ सिथिल सनेह ।
थकित बचन लोचन सजल पुलक पल्लवित देह ॥ १५२ ॥

*
MP3 Audio

*
 
રામનો સંદેશ
 
(દોહરો) 
પુરજન પરિજનને સદા અરજ કહેજો એ જ
જેનાથી નૃપ હો સુખી હિતકારી મુજ તે જ.
 
ભરતને મળી પ્રેમથી કહેજો મુજ સંદેશ,
નીતિ ન તજવી રાજપદ પામીને પણ લેશ.
 
મન વાણી કર્મે પ્રજાહિત પાલન કરવું,
માત સકળ સરખી ગણી સેવક શુચિ બનવું.
 
માતતાત સ્વજનોતણી કરવી સેવા રોજ,
ધ્યાન પિતાનું રાખવું કરે ન મારો શોક
 
કટુ વચનો અનુજે કહ્યાં પણ રોકી એને
સૂચના આપી રાખવા ગુપ્ત વચન કેમે.
 
વંદી સીતા બોલવા થઇ કશું તૈયાર,
વાણી વિરમી, આંખમાં આવ્યાં અશ્રુ અપાર