Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत को खबर देने के लिए दूत भेजे गये
 
तेल नाँव भरि नृप तनु राखा । दूत बोलाइ बहुरि अस भाषा ॥
धावहु बेगि भरत पहिं जाहू । नृप सुधि कतहुँ कहहु जनि काहू ॥१॥
 
एतनेइ कहेहु भरत सन जाई । गुर बोलाई पठयउ दोउ भाई ॥
सुनि मुनि आयसु धावन धाए । चले बेग बर बाजि लजाए ॥२॥
 
अनरथु अवध अरंभेउ जब तें । कुसगुन होहिं भरत कहुँ तब तें ॥
देखहिं राति भयानक सपना । जागि करहिं कटु कोटि कलपना ॥३॥
 
बिप्र जेवाँइ देहिं दिन दाना । सिव अभिषेक करहिं बिधि नाना ॥
मागहिं हृदयँ महेस मनाई । कुसल मातु पितु परिजन भाई ॥४॥
 
(दोहा)  
एहि बिधि सोचत भरत मन धावन पहुँचे आइ ।
गुर अनुसासन श्रवन सुनि चले गनेसु मनाइ ॥ १५७ ॥

*
MP3 Audio

*
 
 ભરતને સમાચાર આપવા દૂત મોકલાયા
 
તેલમહીં રાખી નૃપતન દૂત બોલાવી કહ્યાં વચન,
ભરત પાસ પહોંચી જલદી કહેજો ગુરુને જરૂર પડી.
 
સમાચાર નૃપમૃત્યુતણા ના કહેશો ત્યાં ઘોર ઘણાં;
કહેજો ગુરુનો છે આદેશ વિલંબ કરશો ઉભય ન લેશ.
 
સુણતાં મુનિવરતણાં વચન દૂતે તરત જ કર્યુ ગમન;
વાયુવેગને ધરતાં ગયા, લજ્જિત ગતિથી અશ્વ થયા.
 
(દોહરો)
અવધમાં થયો જ્યારથી અનર્થનો આરંભ
ભરતને થતા ત્યારથી ત્યાં અપશુકન અનંત.
 
રાતે સ્વપ્ન વિચિત્રશાં દેખાતાં ભારે,
કોટિ કલ્પના કટુ થતી જાગૃતિમાં ત્યારે.
 
વિપ્ર જમાડી દાન દે; શિવ અભિષેક કરે
શિવને પ્રાર્થી સ્વજનના સુખને રોજ ચહે.
 
એવા ભરત પાસ એ પહોંચી દૂત ગયા;
ગુરુનું અનુશાસન સુણી સત્વર સાથ થયા.