भरत अयोध्या पहूँचा
हाट बाट नहिं जाइ निहारी । जनु पुर दहँ दिसि लागि दवारी ॥
आवत सुत सुनि कैकयनंदिनि । हरषी रबिकुल जलरुह चंदिनि ॥१॥
सजि आरती मुदित उठि धाई । द्वारेहिं भेंटि भवन लेइ आई ॥
भरत दुखित परिवारु निहारा । मानहुँ तुहिन बनज बनु मारा ॥२॥
कैकेई हरषित एहि भाँति । मनहुँ मुदित दव लाइ किराती ॥
सुतहि ससोच देखि मनु मारें । पूँछति नैहर कुसल हमारें ॥३॥
सकल कुसल कहि भरत सुनाई । पूँछी निज कुल कुसल भलाई ॥
कहु कहँ तात कहाँ सब माता । कहँ सिय राम लखन प्रिय भ्राता ॥४॥
(दोहा)
सुनि सुत बचन सनेहमय कपट नीर भरि नैन ।
भरत श्रवन मन सूल सम पापिनि बोली बैन ॥ १५९ ॥
*
MP3 Audio
*
ભરત અયોધ્યા આવે છે
હાટવાટ જોયાં નવ જાય, લાગી સકળ નગરને લ્હાય;
ભરત આગમન વાત સુણી કૈકેયી અતિ મુદિત બની.
સજી આરતી સામે ગઈ, લાવી ભવને દ્વારે મળી;
દેખ્યો વ્યથિત સકળ પરિવાર વ્યાપ્યો સઘળે જાણે કાળ.
આગ લગાડી ભીષણ વને જેમ ભીલડી હર્ષિત બને,
હર્ષિત કૈકેયીનું મન હતું તેમ દવ વચ્ચે પણ.
(દોહરો)
ભરતે કુશળ કહ્યા પછી પૂછ્યું ક્યાં છે તાત,
સીતા ક્યાં છે રામ ને લક્ષ્મણ બંને ભ્રાત?
સુણતાં શબ્દો સ્નેહમય કપટજલ ભરી નેમ,
ભરત શ્રવણ મન શૂળસમ પ્રમદા બોલી વેણ.

