Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

कौशल्या ने भरत को ढाढस बँधाई
 
मुख प्रसन्न मन रंग न रोषू । सब कर सब बिधि करि परितोषू ॥
चले बिपिन सुनि सिय सँग लागी । रहइ न राम चरन अनुरागी ॥१॥
 
सुनतहिं लखनु चले उठि साथा । रहहिं न जतन किए रघुनाथा ॥
तब रघुपति सबही सिरु नाई । चले संग सिय अरु लघु भाई ॥२॥
 
रामु लखनु सिय बनहि सिधाए । गइउँ न संग न प्रान पठाए ॥
यहु सबु भा इन्ह आँखिन्ह आगें । तउ न तजा तनु जीव अभागें ॥३॥
 
मोहि न लाज निज नेहु निहारी । राम सरिस सुत मैं महतारी ॥
जिऐ मरै भल भूपति जाना । मोर हृदय सत कुलिस समाना ॥४॥
 
(दोहा)  
कौसल्या के बचन सुनि भरत सहित रनिवास ।
ब्याकुल बिलपत राजगृह मानहुँ सोक नेवासु ॥ १६६ ॥

*
MP3 Audio

*
 
કૌશલ્યા ભરતને સાંત્વના આપે છે
 
મુખ પ્રસન્ન, મન રંગ ન રોષ, ધરી સર્વવિધ સૌને તોષ,
ચાલી સીતા વનમાં સંગ, રામચરણરસ હતો અભંગ.
 
સુણતાં લક્ષ્મણ ચાલ્યા સાથ, સમજાવ્યા ખૂબ જ રઘુનાથ
તોપણ સમજ્યા લેશ નહીં, વિકલ્પ કોઇ રહ્યો નહીં.
 
સીતા લક્ષ્મણ રામ ગયા; હું ન ગઇ, મુજ પ્રાણ રહ્યા;
નયન સમક્ષ બધુંય બન્યું જીવે તોપણ તન ન તજ્યું.
 
આવે લેશ મને ના લાજ, રામસદૃશ સુતની હું માત;
જાણ્યો નવ જન્મ-મરણ ભેદ, ઉર મુજ શત વજ્રસમું છેક.
 
(દોહરો) 
કૌશલ્યાના શબ્દથી સૌએ કર્યો વિલાપ,
રાજમહેલ બની ગયો જાણે શોકનિવાસ.