Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत कौशल्या के आगे अपनी सफाई पेश करता है
 
बिलपहिं बिकल भरत दोउ भाई । कौसल्याँ लिए हृदयँ लगाई ॥
भाँति अनेक भरतु समुझाए । कहि बिबेकमय बचन सुनाए ॥१॥
 
भरतहुँ मातु सकल समुझाईं । कहि पुरान श्रुति कथा सुहाईं ॥
छल बिहीन सुचि सरल सुबानी । बोले भरत जोरि जुग पानी ॥२॥
 
जे अघ मातु पिता सुत मारें । गाइ गोठ महिसुर पुर जारें ॥
जे अघ तिय बालक बध कीन्हें । मीत महीपति माहुर दीन्हें ॥३॥
 
जे पातक उपपातक अहहीं । करम बचन मन भव कबि कहहीं ॥
ते पातक मोहि होहुँ बिधाता । जौं यहु होइ मोर मत माता ॥४॥
 
(दोहा)   
जे परिहरि हरि हर चरन भजहिं भूतगन घोर ।
तेहि कइ गति मोहि देउ बिधि जौं जननी मत मोर ॥ १६७ ॥

*
MP3 Audio

*
 
ભરત કૌશલ્યા આગળ પોતાની સફાઇ રજુ છે
 
(દોહરો) 
ભરત અને શત્રુઘ્ન પણ રહ્યા વિલાપ કરી,
કૌશલ્યાએ એમને સુંદર શીખ ધરી.
 
ભરતે સર્વે માતને વેદપુરાણ કથા
કહી, શમાવી શુચિ સરળ વાણીથકી વ્યથા.
 
માત પિતા સુતને હણ્યે પાપ થાય છે જે
ગોશાળા દ્વિજનગરનો નાશ કર્યાથી ને
 
સ્ત્રી શિશુના વધથી વળી મિત્ર નૃપતિને ઝેર
દેવામાં જે પાપ છે, થતાં વને કે ઘેર;
 
મન કર્મ વચનથી થતાં કવિજન કહે અનેક
નાના-મોટાં પાપ સૌ પાતક તે પ્રત્યેક
 
સંમતિ જો આ કામમાં મારી હોય જરાય
માતા, તો લાગો મને ભલે કરાળ સદાય.
 
તજતાં હરિહર ચરણને ભજે ભૂતગણ ઘોર
ગતિ મળે મને તેમની જો સંમતિ હો મોર.