Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

चर्चा के लिए वशिष्ठ ने सभा बुलाइ
 
पितु हित भरत कीन्हि जसि करनी । सो मुख लाख जाइ नहिं बरनी ॥
सुदिनु सोधि मुनिबर तब आए । सचिव महाजन सकल बोलाए ॥१॥
 
बैठे राजसभाँ सब जाई । पठए बोलि भरत दोउ भाई ॥
भरतु बसिष्ठ निकट बैठारे । नीति धरममय बचन उचारे ॥२॥
 
प्रथम कथा सब मुनिबर बरनी । कैकइ कुटिल कीन्हि जसि करनी ॥
भूप धरमब्रतु सत्य सराहा । जेहिं तनु परिहरि प्रेमु निबाहा ॥३॥
 
कहत राम गुन सील सुभाऊ । सजल नयन पुलकेउ मुनिराऊ ॥
बहुरि लखन सिय प्रीति बखानी । सोक सनेह मगन मुनि ग्यानी ॥४॥
 
(दोहा)  
सुनहु भरत भावी प्रबल बिलखि कहेउ मुनिनाथ ।
हानि लाभु जीवन मरनु जसु अपजसु बिधि हाथ ॥ १७१ ॥

*
MP3 Audio

*
 
ચર્ચા માટે વશિષ્ઠ સર્વને ભેગા કરે છે
 
પિતાકાજ જે ભરતે કર્યું કર્મ અસાધારણ તે ઠર્યું;
મુનિએ શોધી શુભ દિન એક મંત્રી મહાજન તેડયા નેક.
 
નીતિ ધર્મમય વચન કહ્યાં, ભરતકાજ એ હિતકર થયાં;
કૈકેયી દશરથની વાત વળી વર્ણવી કરુણા સાથ.
 
(દોહરો) 
વાત રામ ગુણ શીલ ને સ્વભાવની કરતાં
શરીર રોમાંચિત બન્યું, અશ્રુ તરત ટપક્યાં.
 
લક્ષ્મણ સીતા સ્નેહની પ્રશસ્તિ ખૂબ કરી
સ્નેહમગ્ન શોકિત બન્યા પ્રાજ્ઞ વસિષ્ઠ વળી.
 
સુણો ભરત ભાવિ પ્રબળ, વદ્યા વ્યથિત મુનિનાથ,
હાનિ-લાભ જીવન-મરણ યશ-અપયશ વિધિ હાથ.