Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

क्या शोक करने लायक ?
 
अस बिचारि केहि देइअ दोसू । ब्यरथ काहि पर कीजिअ रोसू ॥
तात बिचारु केहि करहु मन माहीं । सोच जोगु दसरथु नृपु नाहीं ॥१॥
 
सोचिअ बिप्र जो बेद बिहीना । तजि निज धरमु बिषय लयलीना ॥
सोचिअ नृपति जो नीति न जाना । जेहि न प्रजा प्रिय प्रान समाना ॥२॥
 
सोचिअ बयसु कृपन धनवानू । जो न अतिथि सिव भगति सुजानू ॥
सोचिअ सूद्रु बिप्र अवमानी । मुखर मानप्रिय ग्यान गुमानी ॥३॥
 
सोचिअ पुनि पति बंचक नारी । कुटिल कलहप्रिय इच्छाचारी ॥
सोचिअ बटु निज ब्रतु परिहरई । जो नहिं गुर आयसु अनुसरई ॥४॥
 
(दोहा) 
सोचिअ गृही जो मोह बस करइ करम पथ त्याग ।
सोचिअ जति प्रंपच रत बिगत बिबेक बिराग ॥ १७२ ॥

*
MP3 Audio

*
 
કોણ શોક કરવા યોગ્ય ?
 
કોને આખર દેવો દોષ કોના પર કે કરવો રોષ;
કરો વિચાર વિમળ મનમાંહ્ય, શોકયોગ્ય ના નૃપતિ જરાય.
 
શોકયોગ્ય દ્વિજ વેદવિહીન, ધર્મવિમુખ વિષયમહીં લીન;
નૃપ નીતિથકી છેક અજાણ પ્રજા ન માને પ્રાણસમાન.
 
વૈશ્ય કૃપણ સ્વાર્થી ધનવાન અતિથિ સ્નેહ શિવભક્તિ અજાણ;
કરે વિપ્રનું જે અપમાન મુખર માનપ્રિય કરે ગુમાન
શોકયોગ્ય શૂદ્ર કહ્યો તે; નૃપતિ શોકને યોગ્ય ન છે.
 
શોકયોગ્ય પતિવંચક નાર કુટિલ કલહપ્રિય સ્વેચ્છાચાર;
ગુરુને બટુક જે ન અનુસરે શોકયોગ્ય નિજ વ્રતથી ચળે.
 
(દોહરો) 
શોક યોગ્ય જન મોહવશ કરે કર્મપથ ત્યાગ;
યતિ પ્રપંચરત તેમ જે વિગત વિવેક વિરાગ.