Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

दशरथ की मृत्यु शोक करने लायक नहीं - वशिष्ठ
 
बैखानस सोइ सोचै जोगु । तपु बिहाइ जेहि भावइ भोगू ॥
सोचिअ पिसुन अकारन क्रोधी । जननि जनक गुर बंधु बिरोधी ॥१॥
 
सब बिधि सोचिअ पर अपकारी । निज तनु पोषक निरदय भारी ॥
सोचनीय सबहि बिधि सोई । जो न छाड़ि छलु हरि जन होई ॥२॥
 
सोचनीय नहिं कोसलराऊ । भुवन चारिदस प्रगट प्रभाऊ ॥
भयउ न अहइ न अब होनिहारा । भूप भरत जस पिता तुम्हारा ॥३॥
 
बिधि हरि हरु सुरपति दिसिनाथा । बरनहिं सब दसरथ गुन गाथा ॥४॥ 
 
(दोहा) 
कहहु तात केहि भाँति कोउ करिहि बड़ाई तासु ।
राम लखन तुम्ह सत्रुहन सरिस सुअन सुचि जासु ॥ १७३ ॥

*
MP3 Audio

*
 
વશિષ્ઠ કહે - દશરથનું મરણ શોકયોગ્ય નથી
 
વાનપ્રસ્થી તે શોકને જોગ તજી તપને જે ભોગવે ભોગ;
વળી પિશુન અકારણ ક્રોધી જનની જનક ગુરુ બંધુ વિરોધી.
 
શોક યોગ્ય કરતા અપકાર નિર્દય તનપોષક વિકરાળ;
છોડી છળ ના હરિજન થાય શોક તેમનો ભલે કરાય.
 
શોક યોગ્ય ના કોશલરાય ભુવન ચતુર્દશ પ્રગટ પ્રભાવ;
થયા નથી, છે ના, ના થશે, દશરથ સમ નૃપ ભરત કશે.
 
વિધિ હરિહર સુરપતિ દિગપાલ ગાય બધા ગુણ બનતાં ન્યાલ.
 
(દોહરો)
જેના લક્ષ્મણ રામ ને સુત શત્રુઘ્ન તમે
કહી શકીએ શ્રેષ્ઠતા તેની કેમ અમે ?