Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

पिता के वचन का पालन करो – वशिष्ठ ने भरत को कहा
 
सब प्रकार भूपति बड़भागी । बादि बिषादु करिअ तेहि लागी ॥
यहु सुनि समुझि सोचु परिहरहू । सिर धरि राज रजायसु करहू ॥१॥
 
राँय राजपदु तुम्ह कहुँ दीन्हा । पिता बचनु फुर चाहिअ कीन्हा ॥
तजे रामु जेहिं बचनहि लागी । तनु परिहरेउ राम बिरहागी ॥२॥
 
नृपहि बचन प्रिय नहिं प्रिय प्राना । करहु तात पितु बचन प्रवाना ॥
करहु सीस धरि भूप रजाई । हइ तुम्ह कहँ सब भाँति भलाई ॥३॥
 
परसुराम पितु अग्या राखी । मारी मातु लोक सब साखी ॥
तनय जजातिहि जौबनु दयऊ । पितु अग्याँ अघ अजसु न भयऊ ॥४॥
 
(दोहा)  
अनुचित उचित बिचारु तजि जे पालहिं पितु बैन ।
ते भाजन सुख सुजस के बसहिं अमरपति ऐन ॥ १७४ ॥

*
MP3 Audio

*
 
પિતાના વચનનું પાલન કરો - વશિષ્ઠે ભરતને કહ્યું
 
(દોહરો)
રાજા બડભાગી બન્યા સર્વપ્રકાર ખરે,
વિષાદ કરવાથી નહીં હેતુ કશોય સરે.
 
રાજપદ ધર્યું નૃપતિએ તમને, શોક તજો,
વચન સત્ય કરવા તમે આજ્ઞાને જ ભજો
 
વચન હતું પ્રિય નૃપતિને, પ્રાણ હતો પ્રિય ના;
વચનકાજ રઘુનાથને તજ્યા, તજ્યું તન હા !
 
પિતાવચનને પાળવા માતાને મારી
પરશુરામની એ કથા પ્રસિદ્ધ છે ન્યારી.
 
યયાતિપુત્રે જનકને યૌવનદાન કર્યું;
પાપ ન લાગ્યું એમને, યશનું દાન મળ્યું.
 
પિતાવચન પાળે તજી યોગ્યાયોગ્ય વિચાર
સુખ યશ પામી જાય તે અમરલોકને દ્વાર.