Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

यात्रा का प्रारंभ
 
चक्क चक्कि जिमि पुर नर नारी । चहत प्रात उर आरत भारी ॥
जागत सब निसि भयउ बिहाना । भरत बोलाए सचिव सुजाना ॥१॥
 
कहेउ लेहु सबु तिलक समाजू । बनहिं देब मुनि रामहिं राजू ॥
बेगि चलहु सुनि सचिव जोहारे । तुरत तुरग रथ नाग सँवारे ॥२॥
 
अरुंधती अरु अगिनि समाऊ । रथ चढ़ि चले प्रथम मुनिराऊ ॥
बिप्र बृंद चढ़ि बाहन नाना । चले सकल तप तेज निधाना ॥३॥
 
नगर लोग सब सजि सजि जाना । चित्रकूट कहँ कीन्ह पयाना ॥
सिबिका सुभग न जाहिं बखानी । चढ़ि चढ़ि चलत भई सब रानी ॥४॥
 
(दोहा)   
सौंपि नगर सुचि सेवकनि सादर सकल चलाइ ।
सुमिरि राम सिय चरन तब चले भरत दोउ भाइ ॥ १८७ ॥

*
MP3 Audio

*
 
રસાલો યાત્રાનો પ્રારંભ કરે છે
 
(દોહરો)
ચકવા-ચકવી જેમ સૌ નગરતણાં નર-નાર
વિચારતાં ઉત્સુક બની કયારે પડે સવાર.
 
રાત અનિદ્રામાં વીતી પ્રગટયું પુનિત પ્રભાત
ત્યારે બોલાવ્યા તરત ભરતે સચિવ સુજાણ.
*
લીધો રાજતિલકનો સામાન, કહ્યું ઉત્સાહને ભરી પ્રાણ,
મુનિ રઘુપતિને  રાજ્ય દેશે, રામ વનમાં માનીને રાજ્ય લેશે.
 
રથ અશ્વ હસ્તિને તૈયાર કર્યા સચિવે વંદીને તત્કાળ;
ચાલ્યા મુનિ અગ્નિહોત્રની સાથે લઇ રથમાં અરુંધતી આગે.
 
તપ તેજના ભંડાર જેવા ચાલ્યા વિપ્ર વાહને ચઢી કેવા;
ચાલ્યા રથને સજીને લોક તજી ચિત્રકૂટ પ્રતિ શોક
 
(દોહરો)
સુંદર શિબિકા પર ચઢી સૌ ચાલી રાણી,
વર્ણન કેમ કરી શકે એ સૌનું વાણી ?
 
સોંપી પુર શુચિ દાસને, સાદર કરી વિદાય,
સીતારામ સ્મરી વને ચાલ્યા બંને ભાઇ.