सेना के साथ भरत को देखकर निषादराज गुह साशंक
सई तीर बसि चले बिहाने । सृंगबेरपुर सब निअराने ॥
समाचार सब सुने निषादा । हृदयँ बिचार करइ सबिषादा ॥१॥
कारन कवन भरतु बन जाहीं । है कछु कपट भाउ मन माहीं ॥
जौं पै जियँ न होति कुटिलाई । तौ कत लीन्ह संग कटकाई ॥२॥
जानहिं सानुज रामहि मारी । करउँ अकंटक राजु सुखारी ॥
भरत न राजनीति उर आनी । तब कलंकु अब जीवन हानी ॥३॥
सकल सुरासुर जुरहिं जुझारा । रामहि समर न जीतनिहारा ॥
का आचरजु भरतु अस करहीं । नहिं बिष बेलि अमिअ फल फरहीं ॥४॥
(दोहा)
अस बिचारि गुहँ ग्याति सन कहेउ सजग सब होहु ।
हथवाँसहु बोरहु तरनि कीजिअ घाटारोहु ॥ १८९ ॥
*
MP3 Audio
*
સેના સાથે ભરતને આવતો જોઈ નિષાદરાજ ગુહ સાશંક
(દોહરો)
સઇ તટે રાતે રહી ચાલ્યાં સર્વ સવાર,
શૃંગવેરપુર પહોંચતાં ગુહને થયા વિચાર.
*
શાને વનમાં ભરત આ જાય, મનમાં લાગે કપટનો ભાવ;
હોત ના જ કુટિલતા મનમાં, સેના સહિત આવત ના વનમાં.
માગે લક્ષ્મણ રામને મારી કરવા રાજ્ય નિષ્કંટક ભારી;
લાગ્યું પ્રથમ કલંક જ ત્યારે, જીવહાનિ થવાની અત્યારે.
દેવદૈત્ય યુદ્ધે ચઢી આવે તોય રઘુપતિ પાસ ના ફાવે;
નવ ભરત કરે કેમ આમ, ફળે વિષની વેલીમાં સુધા ન.
(દોહરો)
નિજ પરિચારકને કહ્યું બનવા ગુહે સચેત
ડુબાડવા નૌકા બધી ઘાટ રોકવા છેક.

