वृद्ध ने कहा, पहले भरत का मन परखो
राम प्रताप नाथ बल तोरे । करहिं कटकु बिनु भट बिनु घोरे ॥
जीवत पाउ न पाछें धरहीं । रुंड मुंडमय मेदिनि करहीं ॥१॥
दीख निषादनाथ भल टोलू । कहेउ बजाउ जुझाऊ ढोलू ॥
एतना कहत छींक भइ बाँए । कहेउ सगुनिअन्ह खेत सुहाए ॥२॥
बूढ़ु एकु कह सगुन बिचारी । भरतहि मिलिअ न होइहि रारी ॥
रामहि भरतु मनावन जाहीं । सगुन कहइ अस बिग्रहु नाहीं ॥३॥
सुनि गुह कहइ नीक कह बूढ़ा । सहसा करि पछिताहिं बिमूढ़ा ॥
भरत सुभाउ सीलु बिनु बूझें । बड़ि हित हानि जानि बिनु जूझें ॥४॥
(दोहा)
गहहु घाट भट समिटि सब लेउँ मरम मिलि जाइ ।
बूझि मित्र अरि मध्य गति तस तब करिहउँ आइ ॥ १९२ ॥
*
MP3 Audio
*
વૃદ્ધ વડીલ ગુહને ભરતનો ઇરાદો જાણવા કહે છે
(દોહરો)
તમારા બળે રામના વળી પ્રતાપે નાથ,
ભરતસૈન્ય હણશું અમે રથ હય સૈનિક સાથ.
પાછી પાની જીવતાં કદી કરીશું ના,
રુંડમુંડમય મેદિની સર્વ કરીશું આ.
જોઇ સેના યુદ્ધનાં વિવિધ વગાડ્યાં ઢોલ;
છીંક થઇ ત્યાં શકુનની ડાબી બાજુ અમોલ.
વૃદ્ધે શકુન વિચારતાં કહ્યું, યુદ્ધ નહિ થાય;
મળો ભરતને; રામને મનાવવાને જાય.
ગુહે કહ્યું, સહસા કરી કામ મૂર્ખ પસ્તાય;
ઓળખ્યા વિના ભરતને યુદ્ધે હાનિ જ થાય.
યોદ્ધા રોકો ઘાટને, જાણું ભેદ જઇ;
મિત્રમધ્ય અરિભાવને જાણું ભરત મળી.

