Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

निषादराज गुह रानीयों से मिला
 
कपटी कायर कुमति कुजाती । लोक बेद बाहेर सब भाँती ॥
राम कीन्ह आपन जबही तें । भयउँ भुवन भूषन तबही तें ॥१॥
 
देखि प्रीति सुनि बिनय सुहाई । मिलेउ बहोरि भरत लघु भाई ॥
कहि निषाद निज नाम सुबानीं । सादर सकल जोहारीं रानीं ॥२॥
 
जानि लखन सम देहिं असीसा । जिअहु सुखी सय लाख बरीसा ॥
निरखि निषादु नगर नर नारी । भए सुखी जनु लखनु निहारी ॥३॥
 
कहहिं लहेउ एहिं जीवन लाहू । भेंटेउ रामभद्र भरि बाहू ॥
सुनि निषादु निज भाग बड़ाई । प्रमुदित मन लइ चलेउ लेवाई ॥४॥
 
(दोहा)   
सनकारे सेवक सकल चले स्वामि रुख पाइ ।
घर तरु तर सर बाग बन बास बनाएन्हि जाइ ॥ १९६ ॥

*
MP3 Audio

*
 
ગુહ રાણીઓને મળે છે
 
(દોહરો)
કપટી કાયર કુમતિ કે કુજાતિ લોકબહાર
વેદવિરોધી મેં કર્યો રામચંદ્રને પ્યાર
 
રામે મુજને ત્યારથી પોતાનો કીધો,
ભુવનતણો ભૂષણ કરી લ્હાવ પરમ દીધો,
 
પ્રેમ વિનયને દેખતાં મળ્યા પછી શત્રુઘ્ન;
રાણીને વંદન કર્યાં ગુહે બની કૃતકૃત્ય.
 
રાણીએ આશિષ ધરી લક્ષ્મણસમ માની,
સો લાખ વરસ જીવજો જ્ઞાની ને દાની.
 
પુર નરનારી નીરખતાં ગુહને સુખી થયાં,
જોઇ જાણે પ્રેમથી લક્ષ્મણને જ રહ્યાં.
 
બોલ્યાં, લ્હાવ ખરેખરો ગુહે જ છે લીધો,
આશ્લેષ પરમ એહને રઘુપતિએ દીધો.
 
મોટાઇ નિજ ભાગ્યની સુણતાંવેંત નિષાદ
મુદિત મને સૌને લઇ ચાલ્યો તજી વિષાદ.
 
પામીને સંકેતને સેવકે કર્યાં સ્થાન
ઘરમાં વનમાં બાગમાં વૃક્ષ જળાશય પાસ.