Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

समुह शृंगवेरपुर पहूँचा
 
सृंगबेरपुर भरत दीख जब । भे सनेहँ सब अंग सिथिल तब ॥
सोहत दिएँ निषादहि लागू । जनु तनु धरें बिनय अनुरागू ॥१॥
 
एहि बिधि भरत सेनु सबु संगा । दीखि जाइ जग पावनि गंगा ॥
रामघाट कहँ कीन्ह प्रनामू । भा मनु मगनु मिले जनु रामू ॥२॥
 
करहिं प्रनाम नगर नर नारी । मुदित ब्रह्ममय बारि निहारी ॥
करि मज्जनु मागहिं कर जोरी । रामचंद्र पद प्रीति न थोरी ॥३॥
 
भरत कहेउ सुरसरि तव रेनू । सकल सुखद सेवक सुरधेनू ॥
जोरि पानि बर मागउँ एहू । सीय राम पद सहज सनेहू ॥४॥
 
(दोहा)   
एहि बिधि मज्जनु भरतु करि गुर अनुसासन पाइ ।
मातु नहानीं जानि सब डेरा चले लवाइ ॥ १९७ ॥

*
MP3 Audio

*
 
સૌ શૃંગવેરપુર પહોંચે છે
 
(દોહરો)
શૃંગવેરપુર પેખતાં પ્રેમ પરમ પ્રગટયો,
શિથિલ થયાં અગાંગ સૌ, ભાવ થયો અદકો.
 
નિષાદને ટેકો દઇ ઊભા રહ્યા કેવા,
શરીર ધાર્યું પ્રેમ ને વિનયે હો એવા.
*
લઇ ભરતે સેનાને સંગ જોઇ જગપાવની શુચિ ગંગ;
રામધાટને કીધા પ્રણામ હર્ષે જાણે મળી ગયા રામ.
 
વંદી મુદિત બન્યાં નરનારી વારિ પરબ્રહ્મમય ત્યાં નિહાળી;
કરી મજ્જન માગ્યું કર જોડી, રામપદમાં હો પ્રીત ન થોડી.
 
કહ્યું ભરતે સુરસરી તારી રેણુ સૌને સુખદ સેવકસુરધેનુ;
હાથ જોડી વર માગું એ જ સીતારામનો સહજ સ્નેહ.
 
(દોહરો)
સ્નાન કરી ભરતે અને પામી ગુરુઆદેશ
સ્નાતા માતાને લઇ આવ્યા અન્ય પ્રદેશ.