Ayodhya Kand
Bharat become emotional
राम-सीता और लक्ष्मण की स्मृतियों से भरत भाववश
लालन जोगु लखन लघु लोने । भे न भाइ अस अहहिं न होने ॥
पुरजन प्रिय पितु मातु दुलारे । सिय रघुबरहि प्रानपिआरे ॥१॥
मृदु मूरति सुकुमार सुभाऊ । तात बाउ तन लाग न काऊ ॥
ते बन सहहिं बिपति सब भाँती । निदरे कोटि कुलिस एहिं छाती ॥२॥
राम जनमि जगु कीन्ह उजागर । रूप सील सुख सब गुन सागर ॥
पुरजन परिजन गुर पितु माता । राम सुभाउ सबहि सुखदाता ॥३॥
बैरिउ राम बड़ाई करहीं । बोलनि मिलनि बिनय मन हरहीं ॥
सारद कोटि कोटि सत सेषा । करि न सकहिं प्रभु गुन गन लेखा ॥४॥
(दोहा)
सुखस्वरुप रघुबंसमनि मंगल मोद निधान ।
ते सोवत कुस डासि महि बिधि गति अति बलवान ॥ २०० ॥
રામ-સીતા-લક્ષ્મણની સ્મૃતિથી ભરત ભાવવશ
(દોહરો)
લક્ષ્મણ લાલનયોગ્ય છે લઘુ ભાઇ મારો,
થયો નથી, છે ના, થશે એવો ના ન્યારો.
પુરજનપ્રિય ને પિતૃનો લાડકવાયો એ
સીતા-રઘુપતિને સદા પ્રાણથકી પ્રિય છે.
*
મૂર્તિ મૃદુ સુકુમાર સ્વભાવ, જેને તન તાપકેરો અભાવ;
સહે વનમાં વિપત્તિ તે ભાઇ, વજ્રહૃદયને થાય ના કાંઇ.
શીલ રૂપ સુખ ગુણસિંધુ જેવા જન્મી જગને ઉજાળતા કેવા,
રામ પુરજન પરિજન ગુરુને સુખદાયક પિતૃને સહુને.
કરે એમનાં અરિયે વખાણ, વચને મિલને વિનયે આકર્ષે પ્રાણ;
કોટિ શારદા શત કોટિ શેષ ગણી ગુણને શકે નવ લેશ.
(દોહરો)
સુખસ્વરૂપ રઘુવંશમણિ મંગલ મોદનિધાન
સૂતા દર્ભ બિછાવતાં, વિધિ ગતિ અતિ બળવાન.