Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत को देखकर लोगों के मिश्र प्रतिभाव
 
सखा बचन सुनि उर धरि धीरा । बास चले सुमिरत रघुबीरा ॥
यह सुधि पाइ नगर नर नारी । चले बिलोकन आरत भारी ॥१॥
 
परदखिना करि करहिं प्रनामा । देहिं कैकइहि खोरि निकामा ॥
भरी भरि बारि बिलोचन लेंहीं । बाम बिधाताहि दूषन देहीं ॥२॥
 
एक सराहहिं भरत सनेहू । कोउ कह नृपति निबाहेउ नेहू ॥
निंदहिं आपु सराहि निषादहि । को कहि सकइ बिमोह बिषादहि ॥३॥
 
एहि बिधि राति लोगु सबु जागा । भा भिनुसार गुदारा लागा ॥
गुरहि सुनावँ चढ़ाइ सुहाईं । नईं नाव सब मातु चढ़ाईं ॥४॥
 
दंड चारि महँ भा सबु पारा । उतरि भरत तब सबहि सँभारा ॥ ५ ॥
 
(दोहा)
प्रातक्रिया करि मातु पद बंदि गुरहि सिरु नाइ ।
आगें किए निषाद गन दीन्हेउ कटकु चलाइ ॥ २०२ ॥

*
MP3 Audio

*
 
ભરતને જોઈ માર્ગના લોકોના મિશ્ર પ્રતિભાવો
 
સખાવચનથી ધારી ધીર ચાલ્યા ભરત સ્મરી રઘુવીર;
ખબર મળ્યે પુરનાં નરનાર જોવા આવ્યાં સ્થાન રસાળ.
 
પ્રદક્ષિણા ને કરી પ્રણામ દેવા લાગ્યાં દોષ તમામ
વિધિને કૈકેયીને તેમ જળથી ભરી ભરીને નેન.
 
એક વખાણે ભરતસનેહ, અન્ય સ્તવે દશરથનો નેહ;
નિષાદને માને બડભાગ પોતાને અતિ અધમ અભાગ;
 
કોણ કહે વ્યામોહવિષાદ; મટયો સર્વનો પ્રાણપ્રસાદ.
જાગ્યા જન એમ બધી રાત, ગંગા ઊતર્યા થતાં પ્રભાત;
 
ગુરુને એક ચઢાવ્યા નાવ, બીજે માત દાખવી ભાવ.
ચાર ઘડીમાં સરિતાપાર થયાં સકળ રાખી સંભાળ.
 
(દોહરો)
પ્રાતઃક્રિયા કરી, નમી ગુરુમાતા ચરણે,
આગળ કરી નિષાદગણ, સાથ લઇ સહુને.