Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत प्रयागराज पहूँचा
 
कियउ निषादनाथु अगुआईं । मातु पालकीं सकल चलाईं ॥
साथ बोलाइ भाइ लघु दीन्हा । बिप्रन्ह सहित गवनु गुर कीन्हा ॥१॥
 
आपु सुरसरिहि कीन्ह प्रनामू । सुमिरे लखन सहित सिय रामू ॥
गवने भरत पयोदेहिं पाए । कोतल संग जाहिं डोरिआए ॥२॥
 
कहहिं सुसेवक बारहिं बारा । होइअ नाथ अस्व असवारा ॥
रामु पयोदेहि पायँ सिधाए । हम कहँ रथ गज बाजि बनाए ॥३॥
 
सिर भर जाउँ उचित अस मोरा । सब तें सेवक धरमु कठोरा ॥
देखि भरत गति सुनि मृदु बानी । सब सेवक गन गरहिं गलानी ॥४॥
 
(दोहा)
भरत तीसरे पहर कहँ कीन्ह प्रबेसु प्रयाग ।
कहत राम सिय राम सिय उमगि उमगि अनुराग ॥ २०३ ॥

*
MP3 Audio

*
 
ભરત પ્રયાગ પહોંચે છે
 
(દોહરો)
ગંગાને ભરતે નમી સીતારામ સ્મરી
માંડયું પંથે ચાલવા પગપાળા જ ફરી.
 
સેવક અશ્વે બેસવા કહેતા વારંવાર
ભરત વદે ત્યારે, બન્યા રામચંદ્ર ન સવાર.
 
પગપાળા પંથે ગયા; અશ્વ મને ન ઘટે;
અશ્વ હસ્તિ રથ ના રચ્યા મારેકાજ ખરે.
 
સેવકધર્મ કઠિન કહ્યો સૌથી આ જગમાં;
મારે શિરભર ચાલવું ભરી વ્યથા રગમાં.
 
દશા ભરતની દેખતાં સુણતાં ને મૃદુ વાણ
મ્લાન બન્યો અતિગ્લાનિથી સેવકગણનો પ્રાણ.
 
ભરતે ત્રીજા પ્રહરમાં કર્યો પ્રવેશ પ્રયાગ,
સીતારામ કહી કહી ભરી હૃદય અનુરાગ.