Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भरत भारद्वाज मुनि के आश्रम पहूँचा
 
प्रमुदित तीरथराज निवासी । बैखानस बटु गृही उदासी ॥
कहहिं परसपर मिलि दस पाँचा । भरत सनेह सीलु सुचि साँचा ॥१॥
 
सुनत राम गुन ग्राम सुहाए । भरद्वाज मुनिबर पहिं आए ॥
दंड प्रनामु करत मुनि देखे । मूरतिमंत भाग्य निज लेखे ॥२॥
 
धाइ उठाइ लाइ उर लीन्हे । दीन्हि असीस कृतारथ कीन्हे ॥
आसनु दीन्ह नाइ सिरु बैठे । चहत सकुच गृहँ जनु भजि पैठे ॥३॥
 
मुनि पूँछब कछु यह बड़ सोचू । बोले रिषि लखि सीलु सँकोचू ॥
सुनहु भरत हम सब सुधि पाई । बिधि करतब पर किछु न बसाई ॥४॥
 
(दोहा)  
तुम्ह गलानि जियँ जनि करहु समुझी मातु करतूति ।
तात कैकइहि दोसु नहिं गई गिरा मति धूति ॥ २०६ ॥

*
MP3 Audio

*
 
ભરત ભારદ્વાજ મુનિના આશ્રમે પહોંચે છે
 
ગૃહી તીરથરાજ નિવાસી વની બ્રહ્મચારી ને ઉદાસી
મળી કહેવા લાગ્યા દસ પાંચ, સ્નેહ ભરતનો શુદ્ધ છે સાચ.
 
સુણતાં રામના ગુણને સપ્રેમ પહોંચ્યા ભરદ્વાજ આશ્રમે એમ;
કર્યા સાષ્ટાંગ ભરતે પ્રણામ, મુનિવર પેખી બન્યા કૃતકામ.
 
દોડી આપ્યું પ્રેમે આલિંગન, કહ્યાં ભરતને આશીર્વચન;
દેતાં આસન ભરત બેઠા નમતાં અતિસંકોચે મનને દમતાં.
 
(દોહરો)
ભરત શીલસંકોચને બોલ્યા મુનિ જોઇ,
વિધિને અતિક્રમી શકે કોદી ના કોઇ.
 
માતાનાં કરતૂતને સ્મરી ના કરો શોક,
સરસ્વતીએ મતિ હરી; દોષ ધરો ના ફોક.