Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

भारद्वाज मुनि ने भरत को निर्दोष ठहराया
 
यहउ कहत भल कहिहि न कोऊ । लोकु बेद बुध संमत दोऊ ॥
तात तुम्हार बिमल जसु गाई । पाइहि लोकउ बेदु बड़ाई ॥१॥
 
लोक बेद संमत सबु कहई । जेहि पितु देइ राजु सो लहई ॥
राउ सत्यब्रत तुम्हहि बोलाई । देत राजु सुखु धरमु बड़ाई ॥२॥
 
राम गवनु बन अनरथ मूला । जो सुनि सकल बिस्व भइ सूला ॥
सो भावी बस रानि अयानी । करि कुचालि अंतहुँ पछितानी ॥३॥
 
तहँउँ तुम्हार अलप अपराधू । कहै सो अधम अयान असाधू ॥
करतेहु राजु त तुम्हहि न दोषू । रामहि होत सुनत संतोषू ॥४॥
 
(दोहा)  
अब अति कीन्हेहु भरत भल तुम्हहि उचित मत एहु ।
सकल सुमंगल मूल जग रघुबर चरन सनेहु ॥ २०७ ॥

*
MP3 Audio

*
 
ભારદ્વાજ મુનિ ભરતને નિર્દોષ બતાવે છે
 
(દોહરો)
વિદ્વાનોને માન્ય છે લોકવેદ બે જે
વિમળ તમારા યશથકી મહિમા ધરશે તે.
*
લોક વેદસંમત કહે સૌયે, પિતા રાજ્ય દે જેને પામે તે;
રાજા સત્યવ્રત હતા ભારે; તમને બોલાવી તેમણે ત્યારે
દીધું રાજ્ય જો પ્રેમથી હોત ધર્મસુખનો વહેત તો સ્ત્રોત.
 
રામ વનવાસ અનર્થનું મૂળ, સુણી સૌને થઇ અતિશૂળ;
એય વિધિવશ સાચે જ માનો, પ્રાણ કૈકેયીનો ભ્રાન્ત જાણો
 
કરી કુચાલ પસ્તાય છે એ; દોષ અલ્પ તોયે તમને દે
એ તો દુર્જન ઘોર અજ્ઞાની, એને અધમાધમ લેવો જાણી.
 
(દોહરો)
રાજ્ય કરત તોપણ નહીં લાગત તમને દોષ;
રામચંદ્રને થાત એ ઘટનાથી સંતોષ.
 
ભલું કર્યું અતિ ભરત હે, ઉચિત ખરેખર એ જ,
સકલ સુમંગલ મૂળ છે રામચરણનો સ્નેહ.