भरत के रामप्रेम की भारद्वाज मुनि ने प्रसंशा की
नव बिधु बिमल तात जसु तोरा । रघुबर किंकर कुमुद चकोरा ॥
उदित सदा अँथइहि कबहूँ ना । घटिहि न जग नभ दिन दिन दूना ॥१॥
कोक तिलोक प्रीति अति करिही । प्रभु प्रताप रबि छबिहि न हरिही ॥
निसि दिन सुखद सदा सब काहू । ग्रसिहि न कैकइ करतबु राहू ॥२॥
पूरन राम सुपेम पियूषा । गुर अवमान दोष नहिं दूषा ॥
राम भगत अब अमिअँ अघाहूँ । कीन्हेहु सुलभ सुधा बसुधाहूँ ॥३॥
भूप भगीरथ सुरसरि आनी । सुमिरत सकल सुंमगल खानी ॥
दसरथ गुन गन बरनि न जाहीं । अधिकु कहा जेहि सम जग नाहीं ॥४॥
(दोहा)
जासु सनेह सकोच बस राम प्रगट भए आइ ।
जे हर हिय नयननि कबहुँ निरखे नहीं अघाइ ॥ २०९ ॥
*
MP3 Audio
*
ભારદ્વાજ મુનિ ભરતના પ્રેમને વખાણે છે
(દોહરો)
નવલ ચંદ્ર યશ આપનો પ્રસર્યો ચારેકોર,
કદી નષ્ટ ના પામશે, વધશે પ્રતિદિન ઓર
કરશે અનુરાગ ત્રૈલોક્ય કોક, ધરશે રામ રવિ ના એને શોક;
નિશદિન સુખદ થશે સૌને માટે, થશે રાણી રાહુ ના એને કાજે.
યશચંદ્ર પ્રેમામૃતપૂર્ણ દોષમુક્ત સદા છે સંપૂર્ણ;
કરી સુલભ સુધાને ધરાપે તમે રામભક્તો કાજે સાચે.
ભૂપ ભગીરથે સુરસરી આણી જેનું સ્મરણ મંગલમય ભારી;
ગુણ દશરથના વર્ણવાય, કોઇ એવા નથી જગમાંહ્ય.
(દોહરો)
શીલ સ્નેહવશ એમના પ્રગટ થયા શ્રીરામ,
તૃપ્ત થાય ના એમને જોતાં શિવ કૃતકામ.

