Ayodhya Kand
Doha 212
भरत अपनी व्यथा व्यक्त करता है
एहि दुख दाहँ दहइ दिन छाती । भूख न बासर नीद न राती ॥
एहि कुरोग कर औषधु नाहीं । सोधेउँ सकल बिस्व मन माहीं ॥१॥
मातु कुमत बढ़ई अघ मूला । तेहिं हमार हित कीन्ह बँसूला ॥
कलि कुकाठ कर कीन्ह कुजंत्रू । गाड़ि अवधि पढ़ि कठिन कुमंत्रु ॥२॥
मोहि लगि यहु कुठाटु तेहिं ठाटा । घालेसि सब जगु बारहबाटा ॥
मिटइ कुजोगु राम फिरि आएँ । बसइ अवध नहिं आन उपाएँ ॥३॥
भरत बचन सुनि मुनि सुखु पाई । सबहिं कीन्ह बहु भाँति बड़ाई ॥
तात करहु जनि सोचु बिसेषी । सब दुखु मिटहि राम पग देखी ॥४॥
(दोहा)
करि प्रबोध मुनिबर कहेउ अतिथि पेमप्रिय होहु ।
कंद मूल फल फूल हम देहिं लेहु करि छोहु ॥ २१२ ॥
*
MP3 Audio
*
ભરત પોતાની વ્યથા વ્યક્ત કરે છે
(દોહરો)
એ દુઃખદાહથકી જલે છાતી નિત મારી,
ક્ષુધા લેશ ના લાગતી, નીંદ ગઇ સારી.
એ કુરોગનું ઔષધ કયાંય નથી જગમાં,
શોધવા છતાં ના મળ્યું મને દિગેદિગમાં.
કુમત માતનો પાપનું મૂળ સુથાર ખરે,
મુજ હિતશસ્ત્ર કરી કર્યું કલહ કુમંત્ર અરે.
ચૌદ વર્ષની અવધિનો કઠિન કુમંત્ર ભણી
દાટી દીધું યંત્ર એ અંતે ભૂમિમહીં.
મારે માટે એહણે સજ્યો અમંગલ સાજ,
છિન્નભિન્ન જગને કરી વિનષ્ટ કીધું આજ.
કુયોગ મટશે રામના પાછા ફરતાં એ,
મહિમા વધશે અવધનો; ઉપાય અન્ય ન છે.
ભરતશબ્દને સાંભળી મુનિ પામ્યા સુખને,
પ્રશંસા કરી એમની સૌએ મુક્તમને.
બોલ્યા મુનિ, શોકિત હવે વિશેષ ના બનશો,
દર્શન પામી રામનું પીડામુક્ત થશો.
પ્રબોધ કરતાં મુનિ વદ્યા, અતિથિ બનો પ્યારા,
કંદમૂળ ફળફૂલને ગ્રહણ કરો ન્યારાં.