भरत चित्रकूट की ओर चले
कीन्ह निमज्जनु तीरथराजा । नाइ मुनिहि सिरु सहित समाजा ॥
रिषि आयसु असीस सिर राखी । करि दंडवत बिनय बहु भाषी ॥१॥
पथ गति कुसल साथ सब लीन्हे । चले चित्रकूटहिं चितु दीन्हें ॥
रामसखा कर दीन्हें लागू । चलत देह धरि जनु अनुरागू ॥२॥
नहिं पद त्रान सीस नहिं छाया । पेमु नेमु ब्रतु धरमु अमाया ॥
लखन राम सिय पंथ कहानी । पूँछत सखहि कहत मृदु बानी ॥३॥
राम बास थल बिटप बिलोकें । उर अनुराग रहत नहिं रोकैं ॥
दैखि दसा सुर बरिसहिं फूला । भइ मृदु महि मगु मंगल मूला ॥४॥
(दोहा)
किएँ जाहिं छाया जलद सुखद बहइ बर बात ।
तस मगु भयउ न राम कहँ जस भा भरतहि जात ॥ २१६ ॥
*
MP3 Audio
*
ભરત ચિત્રકૂટ માટે આગળ વધે છે
(દોહરો)
તીર્થરાજ મજ્જન કરી મુનિને કરી પ્રણામ
આશીર્વાદ લઇ કહી ભરતે મીઠી વાણ.
માર્ગકુશળ બહુ ભોમિયા સાથ પછી લીધા,
ચિત્રકૂટ માર્ગે વધ્યા, પગપાળા સીધા.
*
ગુહના હાથે રાખ્યો હાથ, સ્નેહ જેમ હો તનની સાથ;
નવ પદત્રાણ, શિરે નવ છાંય; ધર્મ નિયમ વ્રત જીવનમાંહ્ય.
સીતારામ અનુજની કથા ગુહથી સુણતાં વિસરી વ્યથા.
રામવાસ સ્થળ દેખી વૃક્ષ પ્રેમ પ્રગટતો પ્રાણે ખૂબ;
દેવ વરસતા જોઇ ફૂલ, માર્ગ થતો મૃદુ મંગલમૂળ.
(દોહરો)
વાદળ કરતાં છાંયને, પવન સુખદ શુભ વાય;
રામપ્રયાણથકી સુખદ વિશેષ મારગ થાય.

