Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

श्रीराम को सेना सहित भरत के आने की सूचना मिली
 
बहुरि सोचबस भे सियरवनू । कारन कवन भरत आगवनू ॥
एक आइ अस कहा बहोरी । सेन संग चतुरंग न थोरी ॥१॥
 
सो सुनि रामहि भा अति सोचू । इत पितु बच इत बंधु सकोचू ॥
भरत सुभाउ समुझि मन माहीं । प्रभु चित हित थिति पावत नाही ॥२॥
 
समाधान तब भा यह जाने । भरतु कहे महुँ साधु सयाने ॥
लखन लखेउ प्रभु हृदयँ खभारू । कहत समय सम नीति बिचारू ॥३॥
 
बिनु पूँछ कछु कहउँ गोसाईं । सेवकु समयँ न ढीठ ढिठाई ॥
तुम्ह सर्बग्य सिरोमनि स्वामी । आपनि समुझि कहउँ अनुगामी ॥४॥
 
(दोहा)  
नाथ सुह्रद सुठि सरल चित सील सनेह निधान ।
सब पर प्रीति प्रतीति जियँ जानिअ आपु समान ॥ २२७ ॥

*
MP3 Audio

*
 
શ્રીરામને સેના સહિત ભરતના આગમનની માહિતી મળે છે
 
કરવા રઘુપતિ લાગ્યા વિચાર, સેના ચતુરંગિણી ને અપાર
આવે ભરત લઇ અહીં શાને; વ્યાપી વ્યગ્રતા એમના પ્રાણે.
 
એક તરફ પિતાનું વચન, સામે ભરત સંકોચસદન;
સમજ્યા ભરતનો મનમાં સ્વભાવ, સ્થિરતા સ્થાનનો લાગ્યો અભાવ
 
કર્યું રામે સમાધાન ત્યારે, સાધુ ભરત છે વિદ્વાન ભારે;
ક્ષોભ રામના હૃદયે નિહાળી બોલ્યા લક્ષ્મણ નીતિની વાણી.
 
પૂછયા વગર કહી રહ્યો કાંઇ, તમે સર્વજ્ઞશ્રેષ્ઠ ગોસાંઇ;
કરે ધૃષ્ટતા સમયે દાસ કહે ધૃષ્ટતા તેને ના ખાસ.
 
(દોહરો)
આપ સુહૃદ ને સરળ છો શીલ સ્નેહનિધાન;
સૌને પ્રીતિ પ્રતિતીથી સમજો આપ સમાન.