Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

संग्राम के लिए लक्ष्मण सज्ज
 
उठि कर जोरि रजायसु मागा । मनहुँ बीर रस सोवत जागा ॥
बाँधि जटा सिर कसि कटि भाथा । साजि सरासनु सायकु हाथा ॥१॥
 
आजु राम सेवक जसु लेऊँ । भरतहि समर सिखावन देऊँ ॥
राम निरादर कर फलु पाई । सोवहुँ समर सेज दोउ भाई ॥२॥
 
आइ बना भल सकल समाजू । प्रगट करउँ रिस पाछिल आजू ॥
जिमि करि निकर दलइ मृगराजू । लेइ लपेटि लवा जिमि बाजू ॥३॥
 
तैसेहिं भरतहि सेन समेता । सानुज निदरि निपातउँ खेता ॥
जौं सहाय कर संकरु आई । तौ मारउँ रन राम दोहाई ॥४॥
 
(दोहा)  
अति सरोष माखे लखनु लखि सुनि सपथ प्रवान ।
सभय लोक सब लोकपति चाहत भभरि भगान ॥ २३० ॥

*
MP3 Audio

*
 
લક્ષ્મણ સંગ્રામ માટે સજ્જ થાય છે
 
હાથ જોડીને આજ્ઞાને માગી, સૂતો વીરરસ રહ્યો જાગી;
જટા બાંધી કમરે ભાથું ધારી, બોલ્યા લક્ષ્મણ ધનુષ્યને તાણી,
 
આજે રામસેવક યશ પામું, શિક્ષા સંગ્રામે ભરતને આપું,
ફળ રામઅનાદર કેરું બંને બંધુ છો પામે અનેરું.
 
થયો એકત્ર સકળ સમાજ, ક્રોધ પાછલો ઠાલવું આજ;
હસ્તિમંડળને મૃગરાજ પકડે તેતરને જેમ બાજ,
 
પકડું ભરતને સમરે તેમ સેનાસહિત સંહારું સપ્રેમ;
કરશે મદદ શકંર પણ આવી તોયે સમરમાં શકશે ના ફાવી.
 
(દોહરો)
શપથ ક્રોધભર સાંભળી લક્ષ્મણના સઘળા
લોકપાલ નાસી જવા લાગ્યા ભીતિભર્યા.