भरत श्रीराम के आश्रम पर पहूँचा
सेवक बचन सत्य सब जाने । आश्रम निकट जाइ निअराने ॥
भरत दीख बन सैल समाजू । मुदित छुधित जनु पाइ सुनाजू ॥१॥
ईति भीति जनु प्रजा दुखारी । त्रिबिध ताप पीड़ित ग्रह मारी ॥
जाइ सुराज सुदेस सुखारी । होहिं भरत गति तेहि अनुहारी ॥२॥
राम बास बन संपति भ्राजा । सुखी प्रजा जनु पाइ सुराजा ॥
सचिव बिरागु बिबेकु नरेसू । बिपिन सुहावन पावन देसू ॥३॥
भट जम नियम सैल रजधानी । सांति सुमति सुचि सुंदर रानी ॥
सकल अंग संपन्न सुराऊ । राम चरन आश्रित चित चाऊ ॥४॥
(दोहा)
जीति मोह महिपालु दल सहित बिबेक भुआलु ।
करत अकंटक राजु पुरँ सुख संपदा सुकालु ॥ २३५ ॥
*
MP3 Audio
*
ભરત રામના આશ્રમ પાસે પહોંચે છે
(દોહરો)
સેવકના શબ્દો બધા સાચા એ જાણ્યા,
આશ્રમ પાસે ભરત ને હર્ષથકી આવ્યા.
*
પેખી વન ને શૈલ રસાળ ભરત મન થયું મુદિત અપાર
ક્ષુધાર્ત જાણે મળતાં અન્ન બની ગયો જોઇને ધન્ય.
પ્રજા ત્રસ્ત જે પ્રકાર સારી ત્રિવિધ તાપપીડિત ગ્રહ ભારી
સુખમય મળતાં સુરાજ થાય, ભરતની મટી તેમજ લ્હાય.
વને સજ્યો સંપત્તિ સાજ સજે પ્રજા જ્યમ મળ્યે સુરાજ;
વિપિન સુહાવન પાવન દેશ, સચિવ વિરાગ વિવેક નરેશ.
ભટ યમ પાટનગર ને શૈલ, શાંતિ સુમતિ રાણી રસરેલ;
રાજા સકળ અંગસંપન્ન રામાશ્રયથી સુખી અનંત.
(દોહરો)
જીતી મોહ નરેશ દલ વિવેકરૂપ ભૂપાલ
કરતો રાજ્ય અકંટક; સુખ શ્રી પુરે સુકાલ.

