श्रीराम के स्थान का वर्णन
तब केवट ऊँचें चढ़ि धाई । कहेउ भरत सन भुजा उठाई ॥
नाथ देखिअहिं बिटप बिसाला । पाकरि जंबु रसाल तमाला ॥१॥
जिन्ह तरुबरन्ह मध्य बटु सोहा । मंजु बिसाल देखि मनु मोहा ॥
नील सघन पल्ल्व फल लाला । अबिरल छाहँ सुखद सब काला ॥२॥
मानहुँ तिमिर अरुनमय रासी । बिरची बिधि सँकेलि सुषमा सी ॥
ए तरु सरित समीप गोसाँई । रघुबर परनकुटी जहँ छाई ॥३॥
तुलसी तरुबर बिबिध सुहाए । कहुँ कहुँ सियँ कहुँ लखन लगाए ॥
बट छायाँ बेदिका बनाई । सियँ निज पानि सरोज सुहाई ॥४॥
(दोहा)
जहाँ बैठि मुनिगन सहित नित सिय रामु सुजान ।
सुनहिं कथा इतिहास सब आगम निगम पुरान ॥ २३७ ॥
*
MP3 Audio
*
રામના સ્થાનનું વર્ણન
(દોહરો)
ગુહ દોડી, ઊંચે ચઢી, ભુજા ઉઠાવી તેમ
બોલ્યો, જાંબુ તમાલ આ આમ્ર પીપળો દેવ !
સોહે એ વૃક્ષોમહીં વટનું વૃક્ષ વિશાળ,
જોઇ મન મોહિત બને દીસે એવું રસાળ.
*
નીલ સઘન પલ્લવ ફળ લાલ, શીતળ છાંય સુખદ સહુ કાળ.
તિમિરતેજની વિધિએ રાશી કરી રચી સુંદર સુષમા શી !
સરિતાસમીપ તરુવર એ, રામકુટિર ત્યાં અનુપમ છે.
તુલસીતરુ ત્યાં બહુ સોહાય, જોતાંવેંત જ મન મોહાય;
સીતા અનુજે કર્યાં સપ્રેમ જળ સીંચી રાખીને નેમ.
(દોહરો)
વટવૃક્ષતણી છાંયમાં કરી વેદિકા એક
સીતાએ નિજ કરથકી ભાવ ભરીને છેક.
ત્યાં બેસી મુનિગણ સહિત સીતારામ સુજાણ
સુણે કથા ઇતિહાસ નિત આગમ નિગમ પુરાણ.

