श्रीराम भरत को गले मिलते है
सानुज सखा समेत मगन मन । बिसरे हरष सोक सुख दुख गन ॥
पाहि नाथ कहि पाहि गोसाई । भूतल परे लकुट की नाई ॥१॥
बचन सपेम लखन पहिचाने । करत प्रनामु भरत जियँ जाने ॥
बंधु सनेह सरस एहि ओरा । उत साहिब सेवा बस जोरा ॥२॥
मिलि न जाइ नहिं गुदरत बनई । सुकबि लखन मन की गति भनई ॥
रहे राखि सेवा पर भारू । चढ़ी चंग जनु खैंच खेलारू ॥३॥
कहत सप्रेम नाइ महि माथा । भरत प्रनाम करत रघुनाथा ॥
उठे रामु सुनि पेम अधीरा । कहुँ पट कहुँ निषंग धनु तीरा ॥४॥
(दोहा)
बरबस लिए उठाइ उर लाए कृपानिधान ।
भरत राम की मिलनि लखि बिसरे सबहि अपान ॥ २४० ॥
*
MP3 Audio
*
શ્રીરામ ભરતને હૃદયે ચાંપે છે
સાનુજ સખા સમેત મગન મન વિસર્યા હર્ષશોક સુખદુઃખ ગણ;
રક્ષો નાથ વદી સપ્રેમ ભૂતલ પડયા દંડની જેમ.
સુણ્યો લક્ષ્મણે સ્વર પ્રેમાળ, જોયા ભરત તરત સ્નેહાળ;
બંધુસ્નેહ એક તરફ ઓર, બીજે રઘુપતિ સેવા જોર.
મળી શકે ના શકે તજી, મન જે ભાવ રહેલ ભજી
સુકવિ વર્ણવી શકે ન તે; સેવામાં જ રહ્યાં રત એ.
શીશ નમાવી તોપણ કહ્યું, ભાવે ભરતાં અંતર ઘણું
ભરત કરે છે આજ પ્રણામ; સુણતાં ઊઠયા સત્વર રામ.
કયાંક વસ્ત્ર ભાથું પડયું કયાંક ધનુષ ને બાણ;
(દોહરો)
ચાંપ્યા હૃદયે ભરતને રામે કૃપાનિધાન.
ભરત-રામના મિલનથી સર્વે ભૂલ્યાં ભાન.

